અનંત અંબાણીના જન્મદિવસ પર પત્ની રાધિકાએ વરસાવ્યો પ્રેમ; Kiss કરી આપી શુભકામના, ભાઈજાન ભેટી પડ્યા
Anant Ambani Birthday: અનંત અંબાણી આજે તેમનો 31મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ દરમિયાન, તેમની પત્ની રાધિકાનો એક હૃદયસ્પર્શી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ તેમને ખાસ અને પ્રેમાળ રીતે શુભેચ્છા પાઠવી રહ્યા છે.

Anant Ambani Birthday: મુકેશ અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી 10 એપ્રિલના રોજ પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જામનગરમાં ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે. બોલિવૂડના દિગ્ગજ કલાકારો અને મનોરંજન જગતની જાણીતી હસ્તીઓ અનંતના આ ખાસ દિવસનો ભાગ બનવા માટે જામનગર પહોંચી છે. આ દરમિયાન અનંત અને તેમની પત્ની રાધિકા મર્ચન્ટનો એક સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાધિકા બર્થડે બોય અનંત પર પ્રેમ વરસાવતી જોવા મળી રહી છે.

રાધિકા મર્ચન્ટે અનંત અંબાણીને કિસ કરી
વાયરલ વીડિયોમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એક રોમેન્ટિક ક્ષણ શેર કરતા જોવા મળે છે. ક્લિપમાં રાધિકા અનંતને કિસ કરતી દેખાય છે, જ્યારે અનંત પત્નીની આ પ્યારી બર્થડે વિશ પર ખુશીથી ઝૂમી ઉઠે છે. બાદમાં તે રાધિકાનો હાથ પકડેલા જોવા મળે છે અને મહેમાનો તેમના પર ફૂલોની વર્ષા કરી રહ્યા છે. વીડિયોમાં અંબાણી પરિવારની નાની વહુ ઓરેન્જ કુર્તા અને સાદગીભર્યા અંદાજમાં છે, જ્યારે અનંત નેવી બ્લુ કુર્તામાં સજ્જ છે.

શાહરુખ ખાને અનંત અંબાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
બોલિવૂડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર અનંતને શુભેચ્છા આપી રહ્યા છે. રાત્રે 12 વાગ્યા પહેલા સુપરસ્ટાર શાહરુખ ખાને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક હૃદયસ્પર્શી નોટ શેર કરી હતી. તેણે લખ્યું, "અનંત અંબાણીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... તમે જે પણ સારું કાર્ય કરો છો તે ચાલુ રાખો. ભગવાન તમને હંમેશા સારું સ્વાસ્થ્ય અને ખુશીઓ આપે."
સલમાન ખાને પોતાના 'નાના ભાઈ' અનંતને વિશ કર્યું
View this post on Instagram
સલમાન ખાને પણ અનંત અંબાણી સાથેની બે તસવીરો શેર કરી અને કેપ્શનમાં લખ્યું, "સૌથી નિઃસ્વાર્થ, દયાળુ વ્યક્તિ અને ઘણા લોકો માટે પ્રેરણા... મારા નાના ભાઈ અનંતને જન્મદિવસની શુભેચ્છાઓ."
જામનગરમાં થઈ રહી છે અનંતના જન્મદિવસની ઉજવણી
રણવીર સિંહ, સંજય દત્ત અને રિતેશ દેશમુખ સહિતના સિતારાઓએ પણ અનંતને સોશિયલ મીડિયા પર વિશ કર્યું છે. જામનગરમાં બુધવાર રાતથી જ સૂફી કોન્સર્ટ સાથે ઉજવણી શરૂ થઈ હતી, જેમાં એ.આર. રહેમાને પર્ફોર્મ કર્યું હતું. પોતાના 31માં જન્મદિવસ નિમિત્તે અનંતે અનેક સેવાકીય કાર્યો પણ કર્યા છે. તેમણે ગૌસેવા કરી, હાથીઓ માટે 3000 કિલો ફળોનો બુકે બનાવડાવ્યો અને મંદિરોમાં દાન-પુણ્ય પણ કર્યું છે.





















