Animal Box Office Collection Day 5: રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'એનિમલ' 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. 'એનિમલ' બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે અને દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધી ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે અને એક નવો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.


સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, મંગળવારે એટલે કે 5માં દિવસે 'એનિમલ'ના કલેક્શનમાં ઘટાડો જોવા મળ્યો છે. પ્રારંભિક આંકડાઓ અનુસાર, ફિલ્મે પાંચમા દિવસે અત્યાર સુધીમાં 38.2 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન 283.69 કરોડ રૂપિયા થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે 283.69 કરોડ રૂપિયા સાથે 'એનિમલ' રણબીર કપૂરની બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે.






'બ્રહ્માસ્ત્ર'ને પાછળ છોડી દિધી


'એનિમલ' એ રણબીર કપૂરના કરિયરની અત્યાર સુધીની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હોવાનો રેકોર્ડ બનાવ્યો છે. 2018માં રિલીઝ થયેલી બાયોગ્રાફિકલ ફિલ્મ 'સંજુ' હજુ પણ નંબર વન પર છે, જેનું લાઈફટાઈમ કલેક્શન 342.53 કરોડ રૂપિયા છે. આ સિવાય 'એનિમલ'એ અત્યાર સુધી પોતાના કલેક્શનથી 'બ્રહ્માસ્ત્ર'ને માત આપી છે. તમને જણાવી દઈએ કે અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું લાઈફટાઈમ કલેક્શન 257.44 કરોડ રૂપિયા છે.


'એનિમલ'ની સ્ટારકાસ્ટ


સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'એનિમલ' પિતા-પુત્રના સંબંધોની રસપ્રદ વાર્તા છે. ફિલ્મમાં રણબીર કપૂર અને અનિલ કપૂરે પિતા-પુત્રની ભૂમિકા ભજવી છે. જ્યારે રશ્મિકા મંદન્ના તેની પત્નીના રોલમાં જોવા મળી રહી છે. આ સિવાય બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી પણ મહત્વના રોલમાં જોવા મળ્યા છે.  


રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'નો ક્રેઝ લોકોમાં સતત વધી રહ્યો છે. ફિલ્મ જોવા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે અને થિયેટરોમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી રહી છે. 'એનિમલ'ને તેની રિલીઝના પહેલા જ દિવસે દેશ અને સમગ્ર વિશ્વમાં બમ્પર ઓપનિંગ મળી હતી.