Anushka Sharma Rumourd Affair: અનુષ્કા શર્માનું (Anushka Sharma) ફિલ્મી કરિયર જેટલું શાનદાર રહ્યું છે એટલી જ દિલચસ્પ તેની પર્સનલ લાઈફ પણ રહી છે. આજે બોલીવુડની આ હિરોઈન ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની (Virat Kohli) પત્ની છે. વિરાટ અને અનુષ્કા એક પુત્રીના માતા-પિતા પણ બની ચુક્યા છે. પરંતુ શું તમે જાણો છો કે અનુષ્કા શર્માની પ્રેમ કહાનીમાં ઘણા હિરો આવી ચુક્યા છે.
બેન્ડ બાજા બારાત ફિલ્મ રીલીઝ વખતે રણવીર સિંહ સાથે અનુષ્કાની લવ સ્ટોરી ચાલી હતી પરંતુ તે પછી તેના જીવનમાં અન્ય એક ક્રિકેટર આવ્યો હતો. અનુષ્કા વિરાટ કોહલીની લાઈફ પાર્ટનર બની તે પહેલાં એક ક્રિકેટર અનુષ્કાના જીવનમાં આવ્યો હતો. જો કે આ ખેલાડી સાથેનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. હવે તમે વિચારતા હશો કે વિરાટ કોહલી સિવાય કયા ક્રિકેટરે અનુષ્કા સાથે પ્રેમ ગીતો ગાયા છે, તો ચાલો આ સસ્પેન્સ પરથી પડદો ઉઠાવીએ.
વિરાટ પહેલા આ ક્રિકેટર સાથે ડેટિંગ કર્યુંઃ
તેના બોલિવૂડ ડેબ્યુના થોડા વર્ષો પછી, અનુષ્કા શર્માએ ખુલાસો કર્યો કે તે ચિંતાની સમસ્યાથી લડી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે વર્ષ 2012માં મીડિયામાં એવા સમાચાર પણ આવ્યા કે અનુષ્કા ક્રિકેટર સુરેશ રૈનાને ડેટ કરી રહી છે. બંનેના પ્રેમ અંગે ઘણી વાતો સાંભળવા મળી હતી, જોકે તેઓએ ક્યારેય આ વાતની પુષ્ટિ કરી ન હતી અને ના તો તેમના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. જે રીતે તેમના સંબંધો ગુપ્ત રીતે ચાલ્યા, તેવી જ રીતે તેમની લવ સ્ટોરીનો પણ અંત આવ્યો.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના પ્રેમસંબંધોને મીડિયા કવરેજ મળ્યું હતું. 11 ડિસેમ્બર 2017ના રોજ બંનેએ ઈટાલીમાં ધામધૂમથી લગ્ન કર્યા અને 11 જાન્યુઆરી 2021ના રોજ અનુષ્કાએ વામિકાને જન્મ આપ્યો હતો. આજે જ્યારે પણ આ કપલ સાર્વજનિક સ્થળો પર સાથે જોવા મળે છે, ત્યારે તેઓ બધાનું ધ્યાન આકર્ષિત કરે છે.