Apple Store in Mumbai: ટેક જાયન્ટ્સ એપલે આજે મુંબઈના બાંદ્રા કુર્લા વિસ્તારમાં ભારતમાં તેનો પ્રથમ રિટેલ સ્ટૉર ખોલી દીધો છે. છેલ્લા કેટલાય સમયથી એપલના ચાહકો અને ફેન્સ તેના આવા સ્ટૉરની રાહ જોઇ રહ્યાં હતા, સ્ટૉરના ઉદઘાટન પ્રસંગે સ્ટૉરની પાસે એપલ ફેન્સ એકઠા થયા હતા, આ દરમિયાન એક ફેન્સે બધાને ચોંકાવ્યા, એટલુ જ નહીં એપલના સીઇઓ ટિમ કૂક પણ ચોંકી ગયા કે તે વિન્ટેજ એપલ કૉમ્પ્યુટર લઇને સ્ટૉર પર પહોંચ્યો હતો, જે 1984માં તેને ખરીદ્યુ હતુ. 


ખાસ વાત છે કે, એપલ સ્ટૉરના ઉદઘાટન પ્રસંગે તે ત્યાં પહોંચ્યો હતો, તે પોતાના હાથમાં જે કૉમ્પ્યુટર લઇને ત્યાં પહોંચ્યો હતો, તે એપલનુ 1984નું મેકિનટૉશ ક્લાસિક મશીન -કૉમ્પ્યુટર હતુ. મીડિયા સાથે વાત કરતા તેને કહ્યું કે, 'હું આને માત્ર અહીં એપલની જર્ની બતાવવા માટે લાવ્યો છું. મેં આને 1984માં ખરીદ્યું હતું, અને ત્યારથી હું Apple પ્રૉડક્ટ્સનો યૂઝ કરી રહ્યો છું, તે 2 મેગાબાઈટ, બ્લેક એન્ડ વ્હાઇટ કૉમ્પ્યુટર છે, પરંતુ હવે એપલ 4K, એટલે સુધી કે 8K, રિઝૉલ્યૂશન ડિસ્પ્લે બનાવી રહ્યું છે, એટલા માટે Appleએ ઘણી લાંબી સફર કરી છે.'


મુંબઇમાં એપલ મેગાસ્ટૉરના દરવાજા આજે સવારે 11 વાગે ખુલ્યા હતા, પરંતુ ફેન્સ તેના ઉદઘાટનના પહેલા જ સ્ટૉરની બહાર લાંબી લાઇનો લગાવીને ઉભા થઇ ગયા હતા. ફેને કહ્યું કે, "હું સવારે છ વાગ્યાથી અહીં ઉભો છું." "મુંબઈ એક મોટું શહેર છે, એપલે અહીં બીજો સ્ટૉર ખોલવો જોઈએ."








 






Apple BKCમાં ગ્રાહકોના અનુભવને બેસ્ટ બનાવવા માટે 100 કર્મચારી અને આ 20 અલગ અલગ ભાષાઓમાં વાતચીત કરી શકશે. આ સ્ટૉર પર ગ્રાહકોને એપલ પિક અપ સર્વિસ પણ આપવામાં આવશે. એટલે કે ગ્રાહકો ઘરેથી ઓર્ડર કરી શકે છે અને એપલ સ્ટૉર પર આવીને પિકઅપ કરી શકે છે.