Arbaaz-giorgia: બોલિવૂડ એક્ટર, ફિલ્મમેકર અને પ્રોડ્યુસર અરબાઝ ખાનની લવ લાઈફ તેની ફિલ્મો કરતાં વધુ ચર્ચામાં છે. અરબાઝના તેની પહેલી પત્ની મલાઈકા અરોરા સાથેના છૂટાછેડા ચર્ચામાં હતા. મલાઈકા સાથેના લગ્ન તૂટ્યા બાદ અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાની અરબાઝના જીવનમાં આવી હતી. પરંતુ શું અરબાઝે જ્યોર્જિયા સાથે પણ બ્રેકઅપ કરી લીધું છે.


અરબાઝ ખાન અને જ્યોર્જિયાના સંબંધો ખતમ?


આ અમે નથી કહી રહ્યા પરંતુ જ્યોર્જિયાએ તેના એક ઈન્ટરવ્યુમાં આ વિશે સંકેત આપ્યો છે. જ્યોર્જિયાએ અરબાઝ સાથેના તેના સંબંધો વિશે વાત કરી. જેમાં જ્યોર્જિયાએ અરબાઝને બોયફ્રેન્ડ નહીં પણ સારો મિત્ર ગણાવ્યો હતો. જ્યોર્જિયાના કહેવા પ્રમાણે તેણી અને અરબાઝ ખાનની લગ્નની કોઈ યોજના નથી. લોકડાઉન બાદ બંને વચ્ચેના સંબંધોમાં ઘણો બદલાવ આવ્યો છે. ઈન્ટરવ્યુમાં જ્યોર્જિયાને અરબાઝ સાથેના લગ્ન વિશે સવાલ કરવામાં આવ્યો હતો. જવાબમાં અભિનેત્રીએ કહ્યું- હું ઘણી વખત મલાઈકા અને અરબાઝના પરિવારને મળી છું. અરબાઝ મારો ખૂબ સારો મિત્ર છે. પરંતુ અમારા લગ્ન માટે કોઈ પ્લાન નથી. લોકડાઉને અમારા સંબંધો બદલી નાખ્યા છે. જ્યોર્જિયાએ વધુમાં કહ્યું અરબાઝ અને હું સારા મિત્રો છીએ. પરંતુ જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે સાચું કહું તો આ વિશે અમે ક્યારેય વિચાર્યું નથી. અને અમે વિચારવા પણ નથી માંગતા.લોકડાઉન કાં તો લોકોને નજીક લાવ્યું છે અથવા અલગ કરી દીધા છે.


બંનેની ઉંમર વચ્ચેનો તફાવત 


જ્યોર્જિયાના નિવેદન મુજબ અરબાઝ અને તે સારા મિત્રો છે, પરંતુ કદાચ તેમનો પ્રેમ સંબંધ સમાપ્ત થઈ ગયો છે. અરબાઝ ખાન અને જ્યોર્જિયાને સાથે ડેટ કર્યાને 4 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. બંનેની ઉંમરમાં લગભગ 20 વર્ષનો તફાવત છે. અરબાઝ ખાન અને જ્યોર્જિયા ઘણીવાર સાથે સમય પસાર કરતા જોવા મળે છે. જો કે લાંબા સમયથી બંને ભાગ્યે જ સાથે જોવા મળ્યા છે.


કોણ છે જ્યોર્જિયા એન્ડ્રિયાની?


જ્યોર્જિયા એક અભિનેત્રી અને મોડલ છે. તે ઇટાલીના છે. 2019માં જ્યોર્જિયાએ તમિલ ફિલ્મ કેરોલિન કામાક્ષી સાથે અભિનયની શરૂઆત કરી. જ્યોર્જિયાએ ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. તેની આગામી ફિલ્મ મરાઠી છે, જેનું નામ વેલકમ ટુ બજરંગપુર છે. તેનું બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ ગેસ્ટ ઇન લંડનથી થયું હતું. જ્યોર્જિયા તેની ગ્લેમરસ ઈમેજ માટે પણ ફેમસ છે. ઈન્સ્ટા પર દરરોજ જ્યોર્જિયાની અદભૂત તસવીરો જોવા મળે છે.