Aaryan Khan: શાહરૂખ ખાન એક પછી એક ફેન્સને સરપ્રાઈઝ આપી રહ્યો છે. પહેલા જ્યાં તેણે એક પછી એક પોતાની ઘણી ફિલ્મોની જાહેરાત કરી ત્યાં પછી તેના પુત્ર આર્યન ખાનના બોલિવૂડ ડેબ્યૂના સમાચાર પણ આવ્યા. શાહરૂખ ખાનના શહેજાદે આર્યન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લેખક-દિગ્દર્શક તરીકે સિનેમા જગતમાં પગ મૂકશે. હાલમાં ચાહકો આ માહિતીને પચાવી પણ શક્યા નથી કે આર્યન સાથે જોડાયેલા વધુ એક સમાચાર સામે આવ્યા છે.


આર્યન ખાન ભારતમાં વોડકા વેચશે!


અહેવાલ છે કે 25 વર્ષીય આર્યન ખાન ભારતમાં પ્રીમિયમ વોડકા બ્રાન્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. આ માટે આર્યન ખાન વિશ્વની સૌથી મોટી લિકર કંપનીઓમાંની એક સાથે ભાગીદારી કરશે. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે આર્યન ખાને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટની સ્ક્રિપ્ટ અને ક્લેપ સાથે એક ફોટો શેર કરીને તેના તમામ ફેન્સને ચોંકાવી દીધા હતા. ત્યારે આર્યન ખાને એક સીરિઝ લખી છે જેને તે પોતાની સ્ટાઈલમાં દર્શકો સમક્ષ રજૂ કરશે.


આર્યન ખાનનો શું પ્લાન છે?


આર્યન ખાનની લિકર બ્રાન્ડની વાત કરીએ તો મિન્ટના રિપોર્ટ અનુસાર આર્યનના તેમાં 2 પાર્ટનર હશે. બંટી સિંઘ અને લેટી બ્લાગોએવા સાથે મળીને, આર્યન ભારતમાં પ્રીમિયમ વોડકા બ્રાન્ડ લાવવાનું વિચારી રહ્યો છે. જે પછીથી વધારવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે તેમણે સ્લેબ વેન્ચર્સ નામની કંપની પણ શરૂ કરી છે જે સ્થાનિક સ્તરે Anheuser-Busch InBev (AB InBev) સાથે ભાગીદારી કરશે.


ફેન્સ સુહાના ખાનના ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે


તમને જણાવી દઈએ કે આર્યન ખાન અને સુહાના ખાનના બોલિવૂડ ડેબ્યૂની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એક તરફ આર્યન ખાને અભિનય સિવાય એક સંપૂર્ણપણે અલગ લાઇન પસંદ કરી છે. તો બીજી તરફ સુહાના ખાન ટૂંક સમયમાં સિનેમાની દુનિયામાં પગ મૂકશે. દિગ્ગજ ફિલ્મ નિર્દેશક ઝોયા અખ્તર તેની ફિલ્મ 'ધ આર્ચીઝ' દ્વારા સુહાના ખાનને લોન્ચ કરી રહી છે.


આર્યન ખાનની પોસ્ટ પર શાહરૂખે કહ્યું કે, તું આફટરનૂન શિફ્ટ રાખજે જેથી હું આવી શકું. વહેલી સવારની રાખીશ નહીં. ત્યારે આર્યને ભરોસો આપતાં લખ્યું છે કે, હું ફક્ત નાઇટ શિફ્ટ જ રાખવાનો છું. આ દરમિયાન ગૌરીએ પણ શેર કર્યું છે કે, તારી ફિલ્મ જોવા માટે હવે હું વધુ રાહ જોઇ શકું એમ નથી