મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ બેક ટૂ બેક બે ફિલ્મોમાં દેખાવવાની છે, બચ્ચન પાંડે અને એટેક 2... આજકાલ જેકલિન ફર્નાન્ડિઝ એકસાથે પોતાની બે ફિલ્મોનુ પ્રમૉશન કરી રહી છે. 'એટેક 2'ના પ્રમૉશન દરમિયાન જેકલિન ફર્નાન્ડિઝે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી જેમાં તે સ્ટનિંગ લાગી રહી છે.
આ તસવીરોમાં જેકલિનની અલગ અલગ અદાઓ જોવા મળી રહી છે. તેના પર તેની ભોલી સૂરત અને વિખરાયેલા વાળ ચાર ચાંદ લગાવી રહ્યાં છે.
આ તસવીરોમાં તેને બ્રાઉન કલરની ડીપ નેક ટાઇટ ફિટેડ ડ્રેસ પહેરેલો છે. જેમાં એક્ટ્રેસ પરફેક્ટ ફિગરમાં દેખાઇ રહી છે.એક્ટ્રેસની આ તસવીરોથી વધુ તેના કેપ્શનની ચર્ચા થઇ રહી છે. 'એટેક 2'નુ પ્રમૉશન કરતા જેકલિને આ તસવીરો સાથે કેપ્શનમાં પણ 'એટેક' લખ્યુ છે.
ફિલ્મની વાત કરીએ તો જેકલિન ફર્નાન્ડિઝની બચ્ચન પાંડે 18 માર્ચ અને 'એટેક 2' 1 એપ્રિલે રિલીઝ થઇ રહી છે.
--