બૉલીવુડમાં ફાલતુ ટૉપિક પર બનતી ફિલ્મો પર આ એક્ટર ભડક્યો, જાણો શું કહીને કાઢ્યો ગુસ્સો

બૉલીવુડમાં ફાલતુ ટૉપિક પર બનતી ફિલ્મોને લઇને કહ્યું કે, મે હંમેશા એવી ફિલ્મોને પસંદ કરવાની કોશિશ કરી છે, જે કોઇ સંદર્ભ બિન્દુ નથી, અને મે એવુ જાણી જોઇને કર્યુ છે. મે એવી ફિલ્મો આપી છે જે લોકો અને સમાજના વલણમાં બદલાવ લાવવા માટે પ્રભાવ પાડે

Continues below advertisement
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડમાં અનેક પ્રકારની ચર્ચાઓ ઉઠવા લાગી છે, નેપૉટિઝ્મ અને સ્ટાર કિડ્સની સાથે સાથે હવે ફાલતુ ફિલ્મી ટૉપિક પર ચર્ચાઓ થવા લાગી છે. બૉલીવુડ અભિનેતા આયુષ્યમાન ખુરાનાનુ માનવુ છે કે બૉલીવુડે એવા મુદ્દાઓને ટાર્ગેટ કરવા જોઇએ જે સમાજ અને દેશ માટે ખુબ જરૂરી છે. જે ભારતની વિવિધતાને પ્રોત્સાહિત કરે. બૉલીવુડમાં ફાલતુ ટૉપિક પર બનતી ફિલ્મોને લઇને કહ્યું કે, મે હંમેશા એવી ફિલ્મોને પસંદ કરવાની કોશિશ કરી છે, જે કોઇ સંદર્ભ બિન્દુ નથી, અને મે એવુ જાણી જોઇને કર્યુ છે. મે એવી ફિલ્મો આપી છે જે લોકો અને સમાજના વલણમાં બદલાવ લાવવા માટે પ્રભાવ પાડે. બૉલીવુડમાં વિતાવેલા આઠ વર્ષોમાં આયુષ્યમાન ખુરાનાએ પહેલી ફિલ્મ વિક્કી ડૉનરમાં એક સ્પર્મ ડૉનરની ભૂમિકા નિભાવી બતી. ત્યારબાદ શુભ મંગલ સાવધાનમાં એક શારીરિત દોષ વાળા વ્યક્તિનો રૉલ કર્યો હતો. આર્ટિકલ 15માં એક મજબૂત નેતૃત્વવાળા પોલીસ અધિકારી અને શુભ મંગલ જ્યાદા સાવધાનામં સમલૈંગિક પ્રેમીનો રૉલ કર્યો હતો. દમ લગા કે હૈઇશા અને બાલા શરીરના આકાર પ્રકારથી બનેલી શાનદાર ફિલ્મો છે.
તે કહે છે કે તથાકથિત વર્જિત વિષયોને કદાજ જ અમારા ઉદ્યોગો પકડ્યો હતો કેમકે આપણે બધા આવા બધા મુદ્દાઓ પર જાણી જોઇને બોલવામાં હિચકિચાટ અનુભવીએ છીએ. આયુ્ષ્યમાનનુ કહેવુ છેકે સમાજ અને બૉલીવુડ આવા મુદ્દાઓ પર વધારે પડતુ જોર આપે. આયુષ્યમાને કહ્યું કે, આપણે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વધારે ખુલીને વાત કરવી જોઇએ. જો આવા મુ્દ્દાઓ પર આપણે ખુલીને સામે આવીશુ તો વધારે વિકસીત થઇશું. આપણએ સકારાત્મક બદલાવ લાવી શકીશુ.
Continues below advertisement
Sponsored Links by Taboola