Shubman Gill Photos: ભારતીય ટીમના સ્ટાર યુવા ક્રિકેટર શુભમન ગીલે હવે પોતાના અફેરની વાતને કબુલી છે, આ વાત હવે સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. જાણો બૉલીવુડની કઇ હૉટ એક્ટ્રેસ સાથે અફેર અને રિલેશન છે અને બીજા કોણા સાથે હતુ પહેલા અફેર. જાણો...


શુભમન ગીલ અત્યારે ભારતીય ટીમ સાથે છે અને શ્રીલંકા વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સીરીઝ રમી રહ્યો છે, પ્રથમ વનડેમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગમાં ઉતરીને શુભમન ગીલે દમદાર બેટિંગ કરી હતી આ મેચમાં ભારતીય ટીમને જીત હાંસલ થઇ હતી, અને વનડે સીરીઝમાં 1-0થી લીડ બનાવી હતી, જોકે, આ બધાની વચ્ચે હવે યુવા બેટ્સમેન શુભમન ગીલના બૉલીવુડ એક્ટ્રેસ સાથેના અફેરની ચર્ચાએ જોર પકડ્યુ છે. કેમ કે આ વાત હવે ખુબ શુભમન ગીલે કબુલી છે.
 
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ એક ચેટ શૉમાં શુભમન ગીલે બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન સાથે ડેટિંગની અને અફેરની વાતને કબુલી છે, આ પહેલા તેના અફેરની વાત માસ્ટર બ્લાસ્ટર સચીન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર સાથે પણ ચર્ચાઇ ચૂકી છે. બન્નેના અફેરની વાતોએ ખુબ જોર પકડ્યુ હતુ. 


જોકે, શુભમન ગીલે સારા અલી ખાન સાથે અફેરની વાત કબુલી છે, આ પહેલા શુભમન ગીલને અનેકવાર સારા અલી ખાન સાથે ડિનર ડેટ પર જોવામાં આવી પણ ચૂક્યો છે. તે બન્ને અગાઉ એકવાર દુબઇની રેસ્ટૉરન્ટમાં સ્પૉટ થયા હતા. જ્યારે તેને એક ચેટ શૉમાં પુછવામા આવ્યુ કે શું તે કોઇ એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે, શુભમન ગીલે આનો જવાબ હા માં આપ્યો હતો. આ સાથે જ શુભમનનું સારા સાથેનુ અફેર બહાર આવી ગયુ હતુ. 


 


IND vs SL: ગુવાહાટીમાં મળેલી જીતથી ખુશ નથી કેપ્ટન રોહિત શર્મા, મેચ બાદ જાણો શું કહ્યું ?


જીત બાદ રોહિત શર્માએ શું કહ્યું?


રોહિત શર્માએ કહ્યું કે અમે બેટિંગમાં સારી શરૂઆત કરી. ઓપનર તરીકે બાકીના બેટ્સમેનો માટે સારું પ્લેટફોર્મ સેટ કરવામાં સફળ રહ્યો. જોકે, ભારતીય કેપ્ટન બોલિંગથી નાખુશ દેખાતા હતા. ટીમ ઈન્ડિયાના કેપ્ટને કહ્યું કે અમારા બોલરો આનાથી વધુ સારી બોલિંગ કરી શક્યા હોત, પરંતુ હું વધારે ખામીઓ વિશે નહી કહું. રોહિત શર્માના મતે આ સ્થિતિમાં બોલિંગ કરવી સરળ ન હતી. તે જ સમયે, તેણે કહ્યું કે અંદર પ્રકાશ અને ઝાકળને કારણે પરિસ્થિતિ બોલરો માટે અનુકૂળ ન હતી, પરંતુ તેમ છતાં અમારા બોલરોએ સારું પ્રદર્શન કર્યું.


ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ODI શ્રેણીની પ્રથમ મેચ ગુવાહાટીમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 67 રનથી જીત મેળવી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ મળતા ભારતીય ટીમે બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 373 રન બનાવ્યા હતા. રનનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 306 રન જ બનાવી શકી હતી. જેમાં ટીમના કેપ્ટન દાસુન શનાકાએ સદી ફટકારી હતી અને તે અણનમ પરત ફર્યો હતો, પરંતુ પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો. મેચ પછી, શનાકાએ તે ભૂલો પર પ્રકાશ પાડ્યો અને જણાવ્યું કે તે અને ટીમ ક્યાં ચૂકી છે.


મેચ બાદ બોલતા શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ કહ્યું, “મને લાગે છે કે તેમના ઓપનરોએ અમને જે શરૂઆત આપી હતી, અમે નવા બોલનો સારી રીતે ઉપયોગ કર્યો ન હતો, જે રીતે તેમના બોલરોએ તેને સ્વિંગ કર્યો હતો. અમારી પાસે યોજના હતી, પરંતુ બોલરોએ મૂળભૂત બાબતોને યોગ્ય રીતે અમલમાં મૂકી ન હતી. અમે પ્રથમ 10 ઓવર દરમિયાન બેટિંગમાં વેરિએશન ઉપયોગ કર્યો ન હતો. મને લાગે છે કે હું મૂળભૂત બાબતો બરાબર કરી રહ્યો હતો.મને લાગે છે કે મારે ટી20 અંતરરાષ્ટ્રીમાં ઉપર બેટિંગ કરવી જોઈએ, પરંતુ ટીમને પાંચ નંબરવાળા ભાનુકા સાથે છઠ્ઠા નંબર પર મારી જરુર હતી.