Amrita Pandey Suicide Case Update: ભોજપુરી અભિનેત્રી અમૃતા પાંડેનું સાત દિવસ પહેલા નિધન થયું હતું. ફ્લેટમાંથી અમૃતાની લાશ મળી આવતા વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. મૃત્યુ બાદ શરૂઆતથી જ આપઘાતની ચર્ચા હતી. પરંતુ દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, હવે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અમૃતાએ આત્મહત્યા કરી નથી, પરંતુ તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. જ્યારે એફએસએલ રિપોર્ટમાં આ આત્મહત્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં પોલીસ માટે આ રહસ્ય વધુ જટિલ બની રહ્યું છે.


પોસ્ટમોર્ટમ કરનારા તબીબોને પ્રશ્નો પૂછવામાં આવશે


દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, હવે પોલીસ અમૃતાનું પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરો સાથે ફરી વાત કરવા માંગે છે. પત્રો દ્વારા તબીબોને વિવિધ પ્રશ્નો પૂછવામાં આવશે, આ દરમિયાન જો કોઈ નવી માહિતી સામે આવશે તો તેના આધારે પોલીસ તપાસ આગળ ધપાવશે.


ભાગલપુરના SSPએ શું કહ્યું ?


આ મામલામાં ભાગલપુરના એસએસપી આનંદ કુમારનું કહેવું છે કે એફએસએલ અને પોસ્ટમોર્ટમ બંને રિપોર્ટ આવી ગયા છે. પરંતુ બંને અહેવાલો વચ્ચે તફાવત છે. એક રિપોર્ટમાં તેને આત્મહત્યા હોવાનું કહેવાય છે, જ્યારે બીજા રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું કહેવાય છે. ફોરેન્સિક સાયન્સના એચઓડીને આ કેસના દરેક પાસાઓની તપાસ કરવા માટે એક પેનલ બનાવવાની વિનંતી કરવામાં આવી છે. પોલીસ આ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે.


શું અમૃતા ડિપ્રેશનમાં હતી ?
 
તમને જણાવી દઈએ કે અમૃતા પાંડેના પરિવારના સભ્યોનું કહેવું છે કે તેને OCD જેવી બીમારી હતી. આ પહેલા પણ તેણે મુંબઈમાં બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અમૃતાના પતિએ કહ્યું કે તે ડિપ્રેશનમાં હતી અને તેની સારવાર ચાલી રહી હતી. ફિલ્મોની વાત કરીએ તો અમૃતા ઘણી ભોજપુરી ફિલ્મોમાં જોવા મળી છે. તેણીએ ખેસારીલાલ યાદવ સાથે ફિલ્મ દીવાનપનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 


27 એપ્રિલના રોજ ભોજપુરી અભિનેત્રી અમૃતા પાંડેની લાશ શંકાસ્પદ હાલતમાં લટકતી મળી આવી હતી. અમૃતા પાંડેની આ સંદિગ્ધ મોત બાદ સમગ્ર વિષય ચર્ચાનો બાબત બન્યો હતો. તેમના અચાનક મૃત્યુ બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.