BB OTT2: બિગ બોસ ઓટીટી 2નો ગ્રાન્ડ ફિનાલે ક્યારે અને ક્યાં જોઈ શકશો ? ક્યાં સ્પર્ધક વચ્ચે ટ્રોફી માટે જંગ ? જાણો તમામ જાણકારી
બિગ બોસ ઓટીટીની સીઝન 2 ખૂબ જ સફળ રહી છે અને તેની સાથે તેણે ઘણી લોકપ્રિયતા પણ મેળવી છે. હવે આ શો તેના ફિનાલેની ખૂબ નજીક પહોંચી ગયો છે.
BB OTT2 : બિગ બોસ ઓટીટીની સીઝન 2 ખૂબ જ સફળ રહી છે અને તેની સાથે તેણે ઘણી લોકપ્રિયતા પણ મેળવી છે. હવે આ શો તેના ફિનાલેની ખૂબ નજીક પહોંચી ગયો છે. આ સાથે જ ચાહકોમાં એ જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે કે કોણ બનશે આ સીઝન BB OTT2નો વિજેતા ? ચાલો જાણીએ કે સલમાન ખાનના શોનો ગ્રાન્ડ ફિનાલે ક્યારે અને ક્યાં થવાનો છે અને બિગ બોસ OTT 2ની ચમકતી ટ્રોફી માટે કયા સ્પર્ધકો વચ્ચે કાંટે કી ટક્કર છે ? બિગ બોસ OTT 2નો ગ્રાન્ડ ફિનાલે 14 ઓગસ્ટે થવા જઈ રહ્યો છે. બિગ બોસ OTT 2 નો ગ્રાન્ડ ફિનાલે OTT પ્લેટફોર્મ Jio Cinema પર થશે. ફિનાલેમાં ઘણા સેલેબ્સ આવે તેવી અપેક્ષા છે.
બિગ બોસ OTT 2નો ગ્રાન્ડ ફિનાલે ક્યારે અને ક્યાં થશે ?
બિગ બોસ OTT 2નો ગ્રાન્ડ ફિનાલે 14 ઓગસ્ટે થવા જઈ રહ્યો છે. એટલે કે સલમાન ખાનના આ શોમાં માત્ર 3 દિવસ બાકી છે. આ સાથે અમે તમને જણાવી દઈએ કે બિગ બોસ OTT 2 નો ગ્રાન્ડ ફિનાલે OTT પ્લેટફોર્મ Jio Cinema પર થશે. ફિનાલેમાં ઘણા સેલેબ્સ આવે તેવી અપેક્ષા છે. આ શો Jio સિનેમા પર રાત્રે 9 વાગ્યા પછી ફ્રીમાં જોઈ શકાશે. ખાસ વાત એ છે કે આ વખતે બિગ બોસનો ફિનાલે રવિવારે નહીં પણ સોમવારે થશે.
કયા સ્પર્ધકો વચ્ચે થશે કાંટે કી ટક્કર ?
હવે બિગ બોસ OTT 2 ટ્રોફી માટે 5 ફાઇનલિસ્ટ વચ્ચે જંગ થશે. આ સ્પર્ધકોમાં અભિષેક મલ્હાન, મનીષા રાની, એલ્વિશ યાદવ, પૂજા ભટ્ટ અને બેબિકા ધ્રુવેનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, દરેકની નજર આ સિઝનની ટ્રોફી ક્યો સ્પર્ધક ઘરે લઈ જશે તેના પર ટકેલી છે.
બિગ બોસ OTT 2 વિજેતાને કેટલી ઈનામી રકમ મળશે ?
બિગ બોસ OTT 2 વિજેતાને આ વખતે ઈનામી રકમ તરીકે 25 લાખ રૂપિયા મળશે. આ સાથે, બિગ બોસ OTT 2 ની ટ્રોફી સાથે વિજેતાને જીવનભર ગ્રોસરીઝ સપ્લાય મફતમાં મળશે.
તમને જણાવી દઈએ કે બિગ બોસ OTT 2નું પ્રીમિયર 17 જૂને Jio સિનેમા પર થયું હતું.
https://t.me/abpasmitaofficial