નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ વધુ ને વધુ કાયદાકીય ગૂંચવણમાં આવી ગયો છે. મુંબઇ પોલીસની સાથે સાથે બિહાર પોલીસ કેસની તપાસ કરી રહી છે. આમાં બિહાર પોલીસ અભિનેત્રી રિયા ચક્રવર્તીને લૉકેટ નથી કરી શકી. હવે આ મામલે બિહાર પોલીસનુ કહેવુ છે કે, રિયાએ કંઇ કર્યુ ના હોય તો ભાગવાની જરૂર નથી.


બિહાર પોલીસે રિયાને કહ્યું કે, જો રિયાએ કંઇપણ ખોટુ નથી કર્યુ તો તે પોલીસની સાથે ઉંદર-બિલાડીનો ખેલ બંધ કરે, અને સામે આવીને યથાસ્થિતિ સ્પષ્ટ કરે. રિયાને ભાગતા ફરવાની જરૂર નથી.

બિહાર પોલીસના મહાનિદેશક ગુપ્તેશ્વર પાંડ્યે શનિવારે સિલસિલાવાર રીતે મીડિયા સાથે વાત કરી, અને આ કેસના કેટલાક મુ્દ્દાઓ પર પોતાની વાત મુકી હતી. ગુપ્તેશ્વર પાંડ્યેએ એક ચેનલને કહ્યું કે જો રિયા ખુદ નિર્દેશ છે તો પછી તે પોલીસ સાથે ઉંદર-બિલાડીનો ખેલ કેમ રમી રહી છે, આ બધુ બંધ કરે, અને સામે આવીને પોતાનુ નિવેદન નોંધાવે.



ગુપ્તેશ્વર પાંડ્યેએ કહ્યું કે, રિયા ભાગી કેમ રહી છે? જો તે દોષી નથી તો સામે આવીને તપાસમાં સાથે અને મદદ કરે. અમે કોઇ નિર્દેષોને સજા અપાવવાના હિમાયતી નથી. અમે ઇચ્છીએ છીએ કે તે સામે આવીને પોતાનો પક્ષ રાખે, જો તે પોતાને નિર્દોષ ઠેરવવામાં સફળ રહી તો અમે તેને હાથ પણ નહીં લગાવીએ. પણ જો તે અમારાથી ભાગશે તો એટલુ જરૂર કહીશ કે અમે એકના એક દિવસે તેને જરૂર પકડી લઇશું, ત્યારે દૂધનુ દૂધ અને પાણીનુ પાણી થઇ જશે.



સુશાંતે 14 જૂને પોતાના મુંબઇ સ્થિત બ્રાન્દ્રા વાળા ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં મુંબઇ પોલીસે તપાસ શરૂ કરી હતી, મુંબઇ પોલીસ આ મામલે 40 લોકોની પુછપરછ કરી ચૂકી છે.