પઠાણકોટઃ બૉલીવુડ અભિનેતા અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ સની દેઓલે શનિવારે પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાના પરિવા પર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા આપી છે. સનીએ આશા છે કે સુરેશ રૈનાના પરિવાર પર કથિત રીતે લૂંટફાટના ઇરાદે કરવામાં આવેલા ક્રૂર હુમલા મામલે ન્યાય મળશે.

સની દેઓલે અહીં પઠાણકોટના પોલીસ અધિક્ષક ગુલનીત સિંહ ખુરાના સાથે મુલાકાત દરમિયાન રૈના પરિવાર પર થયેલા હુમલા અંગે જાણકારી લીધી હતી.

સની દેઓલે ટ્વીટ કર્યુ - મારા લોકસભા વિસ્તાર અંતર્ગત આવનારા પઠાણકોટના પોલીસ અધિક્ષક ગુલનીલ સિંહ ખુરાના સાથે મુલાકાત દરમિયાન અહીં કાયદા અને વ્યવસ્થા ઉપરાંત સ્ટાર ખેલાડી સુરેશ રૈનાના પરિવાર પર થયેલા હુમલા વિશે જાણકારી લીધી. આશા છે કે પરિવારને જલ્દીથી ન્યાય મળે.



પોલીસ અનુસાર રૈનાના પરિવાર પર પંજાબના પઠાણકોટ જિલ્લાના થરિયાલ ગામમાં 19થી 20 સપ્ટેમ્બરની રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો, આમાં તેના ફૂઆ અશોક કુમાર (58) અને પછી ફોઇના 32 વર્ષીય દીકરા કૌશલનુ મોત થઇ ગયુ હતુ.

રૈનાએ પોતાના સંબંધી પર થયેલા હુમલાને ભયાકથી વધુ ગણાવ્યો હતો. આ મામલે તપાસ માટે પંજાબ પોલીસની મદદ માંગી હતી. આ પછી પંજાબ પોલીસની ચાર સભ્યોની ટીમ તપાસ શરૂ કરી હતી.