Bollywood Actor Sharad Kelkar : સિદ્ધાર્થ કન્નનને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેતા શરદ કેલકરે પોતાના જીવન વિશે ઘણી ચોંકાવનારી વાતો કહી છે. તેણે પોતાની સ્ટ્રગલ લાઈફ અને બનેલી એક ઘટનાને લઈને વર્ષો બાદ ખુલાસો કર્યો હતો.
શરદ કેલકરે કહ્યું હતું કે, 'જ્યારે હું મુંબઈ આવ્યો, ત્યારે હું હકલાતો હતો. મને ખબર નહોતી કે કેવી રીતે અભિનય કરવો અને મારી પાસે પૈસા કે ઘર ન હતું. તે સમયે મને શીખવ્યું કે જ્યાં સુધી મને નોકરી ન મળે ત્યાં સુધી મારે સખત મહેનત કરવી પડશે. તે 2003-04નો યુગ હતો. ત્યાર બાદ જ્યારે મેં મારો પહેલો ટીવી શો 'સિંદૂર તેરે નામ કા' કર્યો. મને સ્ટટરિંગની સમસ્યા હતી અને હું તેને કેવી રીતે દૂર કરીશ તેની ખાતરી નહોતી. અમે બાળક માટે પણ આયોજન કર્યું હતું. હું ટીવી કરવા માંગતો ન હતો અને મારી પત્ની પણ કામ કરતી ન હતી. હું માત્ર ફિલ્મો કરવા માંગતો હતો.
શરદ કેલકરે કહ્યું હતું કે, એક સમયે મારે આર્થિક રીતે સંઘર્ષ કરવો પડ્યો હતો. અમારે રેસ્ટોરન્ટમાં જવું હોય તો પણ બે વાર વિચારવું પડ્યું. એકવાર મને લાગ્યું કે, હું પરિણીત પુરુષ છું, પિતા બનવા જઈ રહ્યો છું, તો શું મેં ટીવી પર ના કહેવાની ભૂલ કરી હતી. પરંતુ હું સકારાત્મકતા સાથે તેમાંથી બહાર આવ્યો.
શરદ કેલકરે ઉમેર્યું હતું કે, '12 વર્ષ પહેલા હું સ્ટટરિંગ વગેરેને કારણે ગુસ્સે થઈ જતો હતો. જો કે, તે મારી અંદર જ દબાઈને રહી ગયું. મેં ક્યારેય કોઈ પર હાથ ઉપાડ્યો નથી પણ મારો ગુસ્સો ખૂબ જ ભયાનક હતો.
શરદે કહ્યું હતું કે, મારા ગુસ્સાને કારણે મારું કામ ક્યારેય પ્રભાવિત થયું નથી, પરંતુ મારા અંગત જીવનને અસર થઈ છે. સૌથી મોટું ઉદાહરણ મારા ગુસ્સાના કારણે મારા હાથ પર 150 ટાંકા આવ્યા અને સર્જરી કરવી પડી હતી. તે એક મોટી ઘટના હતી. મેં કાચને હાથ મારી દીધો હતો. કીર્તિએ આ જોયું અને ખૂબ જ ડરી ગઈ હતી. હું હોસ્પિટલમાં હતો અને મેં તેણીને બહાર રડતી જોઈ. તેણે મારા જીવન પર ભારે અસર કરી અને મેં શાંત થવાનું નક્કી કર્યું. તેને ડર જરૂરથી હતો, પરંતુ મેં તેની આંખોમાં તે આશા પણ જોઈ. તેણે મને કહ્યું કે, મારી આ પ્રતિક્રિયા જોઈને તે પોતે ડરી ગઈ હતી.
શરદ કેલકરે જણાવ્યું કે, ટીવીના કારણે તેમને ઘણા ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. 'શરૂઆતમાં આવું થતું. મેં તેને બહુ જોયુ નથી કારણ કે એક સમય એવો હતો જ્યારે હું ટીવી અને ફિલ્મો એક સાથે કરતો હતો. પણ હા, આ ભેદભાવ ટ્રેન્ડમાં છે. જ્યારે હું ટીવીમાંથી ફિલ્મો તરફ જતો હતો ત્યારે મને લાગ્યું કે લોકો ફરક કરશે અને એકને માત્ર ટીવી એક્ટર કહેશે.
અભિનેતાએ પોતાના અનુંભવો વર્ણવતા કહ્યું હતું કે, 'સિંગાપુર હતું કે લંડન, મને યાદ નથી. હું ત્રણ દિવસીય કાર્નિવલનો ભાગ હતો જ્યાં તમને બે સ્લોટ મળે છે અને તમારે પ્રેક્ષકો સાથે વાર્તાલાપ કરવો પડશે. મારે શાહરુખ સર પછી સ્ટેજ પર જવું પડ્યું. શેડ્યુલ મુજબ મારે 11 વાગ્યા સુધીમાં કામ પૂરું કરવાનું હતું તેથી મેં મારી પત્નીને કહ્યું કે, તે પછી આપણે ખરીદી કરવા જઈશું. ત્યારપછી શાહરૂખ સર સ્ટેજ પર ગયા અને તેઓ જલ્દી નીચે ન આવ્યા. તેમણે ત્યાં 30 મિનિટથી વધુ સમય લીધો. જ્યારે તે નીચે આવ્યા ત્યારે મેં પૂછ્યું, સાહેબ, તમારે સ્ટેજ પર અડધો કલાક રહેવાનું હતું પણ તમે દોઢ કલાક ત્યાં રોકાયા. તેમણે કહ્યું, 'મને જે પગાર મળે છે તેના કરતાં વધુ કામ કરું છું.'