Raveena Tandon Akshay Kumar Tip Tip Barsa Pani: વર્ષ 1994માં રિલીઝ થયેલી ફિલ્મ 'મોહરા'નું ગીત 'ટિપ ટિપ બરસા પાની' આજે પણ કરોડો લોકોના દિલોમાં રાજ કરે છે. એક આખી પેઢી બદલાઈ ગઈ તેમ છતાંયે આ ગીતને કોઈ ભૂલી શક્યું નથી. રવિના ટંડને આ ગીતમાં સુપર હોટ લુક સાથે સૌકોઈના હોશ ઉડાવી દીધા હતા. અક્ષય કુમાર અને રવિના ટંડનની કેમેસ્ટ્રીએ પણ ચાહકોને આકર્ષિત કર્યા. રવિના ટંડને આ સુપરહિટ ગીતના શૂટિંગને લઈને તેના ઈન્ટરવ્યુમાં છેક હવે જઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે.


એશિયન એજને આપેલા એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ એકવાર કહ્યું હતું કે, તે ક્યારેય પ્રોવોકિંગ સોંગ કરવા માટે કમ્ફર્ટેબલ નહોતી થતી. પણ તેને લાગ્યું કે, આ ગીત ખરેખર સારું રહેશે અને એટલે જ કર્યું. અને તે સાબિત પણ થઈ ગયું. રિલીઝ થયા બાદ આ ગીતે લોકોને દિવાના બનાવી દીધા હતા. અભિનેત્રીએ કહ્યું હતું કે, તે એક શાનદાર ગીત હતું. આ ગીતની કોરિયોગ્રાફી બિલકુલ ઉત્તેજક નહોતી.


આઇકોનિક એક્ટ્રેસ રવિના ટંડને તેના આ સુપર ડુપરહિટ ગીત વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આ ગીત 4 દિવસમાં જ શૂટ કરવામાં આવ્યું હતું. તેનું શૂટિંગ એક કન્સ્ટ્રક્શન સાઈટ પર કરવામાં આવ્યું હતું જ્યાં આસપાસ પથ્થરો અને ખીલીઓ વિખરાયેલા પડેલા હતા અને તેણે ખુલ્લા પગે શૂટ કરવું પડ્યું હતું. એટલું જ નહીં, રવિનાએ કહ્યું હતું કે, આ ગીત વરસાદ વિશે હતું, તેથી તેણે ભીનું થવું પડ્યું. પાણી ખૂબ ઠંડુ હતું જેના કારણે તેને તાવ પણ આવી ગયો હતો.


આ ગીતના શૂટિંગને લઈને સનસની ખુલાસો કરતા રવીના ટંડને જણાવ્યું હતું કે, સૌથી મોટી સમસ્યા એ હતી કે, પાણીમાં પલળતા પલળતા શૂંટ કરવામાં આવનારા આ ગીત દરમિયાન તેના પીરિયડ્સ ચાલી રહ્યાં હતાં. જોકે, સ્ક્રિપ્ટ અને ડાયરેક્ટરની ડિમાન્ડ પર રવિના ટંડને બધુ જ ભૂલીને એકદમ પરફેક્શન સાથે શૂટ કર્યું હતું અને પરિણામ પણ આજે સૌકોઈની સામે છે. આ ગીત બોલિવૂડના શ્રેષ્ઠ ગીતોમાંનું એક છે, જેને આજની હિરોઈનોમાં ઘણું રિક્રિએટ કરવામાં આવે છે.


રવિના ટંડનને પીરિયડ ચાલી રહ્યાં હતાં. સાથો સાથ અભિનેતા અક્ષય કુમાર પણ રવિના સાથે ગીતનું શૂટિંગ કરતો રહ્યો હતો.