Sara Ali Khan and sushant-singh-rajput: બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂત સાથેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેની સાથે તેણે એક ખાસ કેપ્શન પણ લખ્યું છે.  સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ફિલ્મ 'કેદારનાથ'ને ચાર વર્ષ પૂરા થયા છે. આ ફિલ્મ બી-ટાઉનમાં દર્શકોની સૌથી ફેવરિટ ફિલ્મોમાંની એક હતી.


આ અવસર પર સારા અલી ખાને ફિલ્મના સેટ પરથી ન જોયેલી કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે સુશાંત સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. તસવીરો શેર કરતા સારાએ લખ્યું કે, 4 વર્ષ પહેલા મારું સૌથી મોટું સપનું સાકાર થયું. તે હજી પણ એક સ્વપ્ન જેવું લાગે છે અને કદાચ હંમેશા રહેશે. સારાએ આગળ લખ્યું કે, હું ઓગસ્ટ 2017માં પાછા જવા માટે કંઈપણ કરીશ અને આ ફિલ્મના દરેક સીનને ફરીથી શૂટ કરવા માંગુ છું, દરેક ક્ષણને ફરીથી જીવવા માંગુ છું.


 






સુશાંત પાસેથી સંગીત, ફિલ્મો, પુસ્તકો, જીવન, અભિનય, તારાઓ અને આકાશ વિશે ઘણું શીખી હતી. જીવનભરની યાદો માટે આભાર. તમને જણાવી દઈએ કે સારાને આ ફિલ્મ માટે ડેબ્યુ એવોર્ડ પણ મળ્યો હતો. 


પોતાના શરીર અને રંગને લઈ પ્રિયંકા ચોપરાએ કર્યો સનસની ખુલાસો


બોલિવુડથી પોતાની કારકિર્દી શરૂ કરનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજે ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. તે બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીના મોટા સ્ટાર્સ સાથે ખભેભો મિલાવીને કામ કરી રહી છે. પ્રિયંકા માત્ર એક દિગ્ગજ અભિનેત્રી જ નહીં પરંતુ નિર્માતા, લેખક અને ઉદ્યોગસાહસિક પણ છે. જોકે પ્રિયંકા ચોપરાએ તેની કારકિર્દી દરમિયાન અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેના રંગ અને શરીરને લઈને વિવિધ ટિપ્પણીઓ કરવામાં આવતી હોવાનો પ્રિયંકાએ ખુલાસો કર્યો છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, તેને બોડી શેમિંગનો સામનો કરવો પડ્યો હતો અને તેને વિવિધ નામોથી બોલાવવામાં આવતી હતા.


રંગને કારણે લોકો મજાક ઉડાવતા 


પ્રિયંકા ચોપરાએ વર્ષ 2000માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ વર્ષ 2002માં તેણે ફિલ્મ 'હીરો'થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. જેમાં તે સની દેઓલ સાથે જોવા મળી હતી. વાતચીતમાં પ્રિયંકા ચોપરાએ ખુલાસો કર્યો હતો કે, તેના રંગને કારણે તેને અલગ-અલગ નામોથી બોલાવવામાં આવતી હતી.


પ્રિયંકાને બ્લેક કેટ કહેવાતી


પ્રિયંકા ચોપરાએ પહેલીવાર ખુલાસો કરતા કહ્યું હતું કે, મને કાળી બિલાડી અને ડસ્કી કહેવામાં આવતી હતી. હું કહેવા માંગુ છું કે જે દેશમાં મોટાભાગના લોકો બ્રાઉન કલરનાં હોય ત્યાં ડસ્કીનો અર્થ શું છે? મને લાગ્યું હતું કે, હું ખાસ સુંદર નથી જેથી મારે વધુ મહેનત કરવી પડશે. જો કે મને એમ પણ લાગ્યું હતું કે, હું મારા કો-સ્ટારની સરખામણીમાં થોડી વધુ ટેલેંટેડ છું, ભલે તેમની સ્કીન મારા કરતાં વધુ ગોરી હતી.


ફી અંગે પક્ષપાત


ઇન્ટરવ્યુ દરમિયાન, પ્રિયંકાએ  ફિલ્મોમાં તેની ફીને લઈને પણ તથા પક્ષપાત વિશે ખુલીને વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે, મને મેલ કો-એક્ટર્સની ફીનો 10 ટકા પણ મળ્યો નથી. મને લાગતું હતું કે સેટ પર મેલ કો-એક્ટરની રાહ જોવી એ કોઈ મોટી વાત નથી. પ્રિયંકાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે સાયન્સ-ફિક્શન ડ્રામા સિરિઝ Citadelમાં જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે ફિલ્મ 'જી લે જરા' છે, જેમાં તેની સાથે આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ જોવા મળશે.