Sushmita Sen Suffers Heart Attack: બૉલીવુડની સુંદર અદાકારા સુષ્મિતા સેનના ફેન્સ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેનને હાર્ટ એટેક આવ્યો છે, જોકે, આ ખબર સામે આવે તે પહેલા તેની એન્જિયૉપ્લાસ્ટી થઇ ચૂકી છે, સ્ટન્ટ નાંખીને દેવામાં આવ્યો છે અને હાલમાં તબિયતમાં પણ સુધારો છે. ખાસ વાત છે કે એક્ટ્રેસેને હાર્ટ એટેક આવ્યો હતો તેની જાણકારી એક્ટ્રેસે ખુદ એક સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરીને આપી હતી. 


સુષ્મિતા સેન એક પૉસ્ટમાં બતાવ્યુ કે, તેને હાર્ટ એટેક આવ્યો હતો, જોકે, હવે તે ઠીક છે, સુષ્મિતા સેને પોતાના હેલ્થ સાથે જોડાયેલા અપડેટને શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા. જોકે, હવે તે એકદમ ઠીક છે, અને ફેન્સ તેને જલદી ઠીક થવાની કામના કરી રહ્યાં છે. 


સુષ્મિતા સેને પોતાની પૉસ્ટમાં તેના પિતા સાથેની તસવીર શેર કરી, આ પૉસ્ટમાં સુષ્મિતા સેન સાડી પહેરીને દેખાઇ રહી છે, અને તેના પિતા સુબીર સેનની સાથે છે, આ પૉસ્ટમાં સુષ્મિતા સેને પોતાની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો છે, જેને બધાને ચોંકાવી દીધા છે. તેને કહ્યું કે તેને કઇ રીતે હાર્ટ એટેકની સ્થિતિમાંથી પસાર થવુ પડ્યુ. 


આ પૉસ્ટમાં સુષ્મિતા સેન લખ્યુ છે- પોતાના દિલને ખુશ અને મજબૂત બનાવી રાખો, અને આ તમારી સાથે તે સમયે ઉભુ રહેશે, જ્યારે તમે આની સૌથી વધુ જરૂર હશે, શોના (આ મારા પિતા કહ્યાં કરે છે) મને બે દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો, અને આના પછી મારી એન્જિયૉપ્લાસ્ટી થઇ, સ્ટન્ટ નાંખવામાં આવ્યો અને સૌથી ખાસ વાત છે કે મારા કાર્ડિયૉલૉજિસ્ટે કન્ફર્મ કર્યુ કે મારુ દિલ ખરેખરમાં બહુજ મોટુ છે.