Sukesh Chandrashekhar Money laundaring case : જેકલીન ફર્નાન્ડીઝ આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને લઈને સતત ચર્ચામાં છે અને આ વાત કોઈનાથી છુપી નથી. મહાન ઠગ સુકેશ ચંદ્રશેખરના કારણે જેકલીન સતત કોર્ટ-કોર્ટમાં ફરતી રહે છે. ઘણીવાર આ મામલે તે ચર્ચાનો વિષય બને છે. જેકલીન સિવાય બીજી એક અભિનેત્રી છે જે સુકેશ ચંદ્રશેખરના કારણે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે અને તે છે નોરા ફતેહી. પરંતુ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બંને અભિનેત્રીઓ સિવાય બીજી એક અભિનેત્રી છે જેનું નામ હવે સુકેશ ચંદ્રશેખરના છેતરપિંડીના કેસમાં સામે આવ્યું છે. આ અભિનેત્રી ઘણીવાર ઠગને મળવા તિહાર જેલમાં જતી હતી. આ કેસમાં નવો ખુલાસો ચોંકાવનારો થયો છે.


દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરાયેલા 200 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એપ્રિલ-મે 2018માં ત્રણ અભિનેત્રીઓ/મોડેલ સુકેશને મળવા તિહાર જેલ પહોંચી હતી. પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે આ ત્રણેય અભિનેત્રીઓએ પોલીસની પૂછપરછમાં સુકેશ સાથે જોડાયેલા તમામ રહસ્યો જાહેર કર્યા છે. આ અભિનેત્રીઓના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, સુકેશે તિહાર જેલના ઉચ્ચ અધિકારીઓને લાંચ આપીને પોતાના પક્ષમાં કર્યા હતા, જેનો તેને ભારે લાભ ઉઠાવ્યો હતો. 


સુકેશ ચંદ્રશેખર જેલમાં પણ વૈભવી જીવન જીવે છે!!! 


સુકેશ જેલમાં રહીને પણ વૈભવી જીવન જીવતો હતો. દિલ્હી પોલીસે તેની ચાર્જશીટમાં જણાવ્યું છે કે, આ અભિનેત્રીઓ સુકેશને મળવા માટે 1 થી 1.5 લાખ રૂપિયા લેતી હતી અને તેને 45 મિનિટથી 1 કલાક સુધી મળતી હતી. આટલું જ નહીં જ્યારે કોઈ અભિનેત્રી સુકેશને મળવા આવતી ત્યારે તેને એક સ્પેશિયલ રૂમ આપવામાં આવતો હતો, જ્યાં ટીવી, ફ્રીજ અને ACની વ્યવસ્થા કરવામાં આવતી હતી. અહીં તે અભિનેત્રીઓને મળતો હતો. જો કે આ ત્રીજી અભિનેત્રીનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.


અભિનેત્રીએ કબુલી સુકેશને મળવાની વાત 


દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે, આ અભિનેત્રીઓએ પોતે પૂછપરછ દરમિયાન આ બધી વાતો કહી છે. અભિનેત્રીઓએ એ પણ જણાવ્યું છે કે, જ્યારે તેમને સુકેશને મળવા તિહાર જવાનું હોય ત્યારે એક BMW કાર તેમને લેવા આવતી હતી, જે ગેટ નંબર ત્રણથી જેલમાં પ્રવેશતી હતી. આ મામલામાં તિહાર જેલના પૂર્વ ડાયરેક્ટર જનરલ સંદીપ ગોયલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.