Anant Radhika Pre-Wedding: જામનગરમાં હાલમાં બોલીવૂડ સેલેબ્સનો જમાવડો છે. અંબાણી પરિવારના નાના દિકરા  અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલીવૂડ સ્ટાર્સ હાજરી આપવા પહોંચ્યા છે.  ભવ્ય કાર્યક્રમ 3 માર્ચ સુધી ચાલુ રહેશે. અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન યોજાશે અને આ દરમિયાન માત્ર ભારતની જાણીતી હસ્તીઓ જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ પણ જામનગરમાં હાજર છે. જો બોલિવૂડની જ વાત કરીએ તો લગભગ આખું બોલિવૂડ અહીં પહોંચી ગયું છે. કેટલાક તેમના પરિવાર સાથે આવ્યા છે અને કેટલાક એકલા આવ્યા છે, પરંતુ લાગે છે કે બધાએ થોડા દિવસો માટે તેમના કામમાંથી બ્રેક લીધો છે.


અંબાણી પરિવારના આ સેલિબ્રેશનમાં બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સ, સ્પોર્ટ્સ પર્સનાલિટી અને બિઝનેસ જગતના તમામ મોટા ઉદ્યોગપતિઓ  આ સેલિબ્રેશનનો હિસ્સો બન્યા છે. આવો તમને જણાવીએ કે બોલિવૂડમાં કોણ પહોંચ્યું છે.




આખું બોલિવૂડ જામનગર પહોંચ્યું


મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી, પુત્ર, પુત્રવધૂ અને પરિવારના સભ્યો ઉપરાંત તેમના ભાઈ અનિલ અંબાણી પણ તેમના પરિવાર સાથે જામનગરમાં છે. આ સિવાય બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ પણ પોતાની ફિલ્મોના શુટીંગને રોકીને અનંત-રાધિકાના  પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજર છે. 


શાહરૂખ ખાન તેના આખા પરિવાર સાથે પહોંચ્યો હતો


શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી ખાન, પુત્રી સુહાના ખાન, પુત્ર આર્યન અને અબરામ ખાન સાથે 29 ફેબ્રુઆરીએ જામનગર પહોંચ્યો હતો. સમાચાર છે કે તે આ પ્રી-વેડિંગમાં ડાન્સ પરફોર્મન્સ પણ આપવાના છે.


સિદ્ધાર્થ-કિયારા પરિવાર સાથે પહોંચ્યા


સિદ્ધાર્થ મલ્હોત્રા તેની પત્ની કિયારા અડવાણી અને માતા-પિતા સાથે જામનગર પહોંચ્યો હતો. આ સમય દરમિયાન કિયારા અને સિદ્ધાર્થ બંને પોતપોતાની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત હતા પરંતુ અંબાણી પરિવારના ફંક્શનમાં હાજરી આપવા તેઓ જામનગર પહોંચ્યા હતા. 


અક્ષય કુમાર અહીં એકલો આવ્યો હતો


અક્ષય કુમાર ફિલ્મ બડે મિયાં છોટે મિયાંના પ્રમોશનમાંથી રજા લઈને હવે જામનગર પહોંચી ગયો છે. તેઓ પોતાની આગવી શૈલીમાં જામનગર એરપોર્ટમાં પ્રવેશ્યા હતા અને પાપારાઝીનું અભિવાદન પણ કર્યું હતું.


તમને જણાવી દઈએ કે બોલિવૂડ સેલિબ્રિટીઝની સાથે ધોની તેની પત્ની સાક્ષી સાથે, ઝહીર ખાન તેની પત્ની સાગરિકા સાથે, સચિન તેંડુલકર તેની પત્ની અંજલિ સાથે પહોંચ્યા છે. આ સાથે માઈક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સ એકલા આવ્યા છે, ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગ તેમની પત્ની સાથે જામનગર પહોંચ્યા છે.


પોપ સિંગર રિહાન્ના પણ તેની આખી ટીમ સાથે પહોંચી છે. ગુજરાતી પરંપરા સાથે દરેકનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેના કારણે તમામ સેલેબ્સ ખૂબ જ ખુશ દેખાતા હતા. તમને જણાવી દઈએ કે, આ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ છે. અનંત-રાધિકાના લગ્ન 12મી જુલાઈના રોજ ધામધૂમથી થશે.