Karan Johar Massive Fight with Aditya Chopra : વર્ષ 2006માં કરણ જોહરની દિગ્દર્શિત ફિલ્મ 'કભી અલવિદા ના કહેના' રીલિઝ થઈ હતી. આ મલ્ટી સ્ટારર ફિલ્મમાં શાહરૂખ ખાન, રાની મુખર્જી, પ્રીતિ ઝિન્ટા, અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન અને કિરોન ખેર મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેનું નિર્માણ હીરૂ યશ જોહરે કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. ફેમિલી ડ્રામા ફિલ્મ રોમેન્ટિક શૈલી પર આધારિત હતી. તેમાં ઘણા અંતરંગ દ્રશ્યો પણ ફિલ્માવવામાં આવ્યા હતા. જેનો આદિત્ય ચોપરા સખત વિરોધ કરતા હતા. પરંતુ કરણ જોહર પણ ઓછો જિદ્દી નહોતો. તેણે આદિત્યની વાત સાંભળી નહિ અને પોતાના મનનું ધાર્યું જ કર્યું. 


કભી અલવિદા ના કહેના બોક્સ ઓફિસ પર સેમી-હિટ સાબિત થઈ હતી. જેમાં શાહરૂખ ખાન અને પ્રીતિ ઝિન્ટા, રાની મુખર્જી અને અભિષેક બચ્ચનની જોડી છે પરંતુ શાહરૂખ અને રાની પ્રેમમાં પડી જાય છે. બંને એકબીજાને મળવા લાગે છે. બંને પોતપોતાના પાર્ટનર્સને ચીટ કરે છે. આ દરમિયાન શાહરૂખ અને રાની વચ્ચે કેટલાક ઈન્ટિમેટ સીન પણ દર્શાવાયા છે. ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર અને YRF ચીફ આદિત્ય ચોપરા આ સીન્સની વિરુદ્ધ હતા. તેમનું કહેવું હતું કે, ભારતીય દર્શકોને આ બધું નહીં ગમે. આ ખોટું છે. જોકે, કરણ જોહરનો મત અલગ હતો. આ કારણોસર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી.


આદિત્ય ચોપરાએ ફોન કર્યો હતો


ઓલ અબાઉટ મૂવીઝ પોડકાસ્ટ પર કરણ જોહરે આ લડાઈ વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, હું તે સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યો હતો, હું બરફથી ઢંકાયેલા શાનદાર લોકેશન પર હાજર હતો. એ દરમિયાન આદિએ મને ફોન કર્યો. તેણે કહ્યું- સાંભળો, હું છેલ્લા કેટલાક દિવસોથી આ વિશે વિચારી રહ્યો હતો અને મારા મગજમાં આ વાત વારંવાર આવી રહી છે કે આપણે આ ઈન્ટિમેટ સીન ના શૂટ કરવો જોઈએ. મને લાગે છે કે ભારતના લોકો તેને નહીં અપનાવે. એટલા માટે તેઓએ આ વિશે ફરીથી વિચારવું જોઈએ અને આ દ્રશ્ય હટાવી દેવા જોઈએ.


કરણ જોહરને થયો પાછળથી પસ્તાવો 


હવે કરણ જીદ કરતો હતો. તેણે આદિત્ય ચોપરાની વાત કાપી નાખી. તેણે કહ્યું, મને લાગે છે કે હું તેને શૂટ કરવાનો જ છું. તે કેવી રીતે શક્ય છે કે તમે કોઈના સંબંધમાં હોવ અને તમારી વચ્ચે ક્યારેય XXX ન હોય? તેથી અમારી ફોન પર મોટી લડાઈ થઈ. હું પણ બરાબરનો અડગ રહ્યો. જો કે, ઘણા સમય બાદ જ્યારે મેં તેના વિશે વિચાર્યું, ત્યારે મને જાણવા મળ્યું કે તે સાચો હતો. જો તે બંને પાત્રોએ ફિલ્મમાં શારીરિક સંબંધને આગળ ન વધાર્યો હોત તો દેશે આ લવસ્ટોરીને વધુ પ્રેમ આપ્યો હોત.