મુંબઈ : સોશિયલ મીડિયામાં એટલી તાકાત છે કે તે સામાન્ય માણસને પણ સ્ટાર બનાવી આપે છે. આ પ્લેટફોર્મના ઘણા ફાયદા પણ છે, જેમાંથી એક પ્રતિભા દર્શાવવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે. અહીં દરરોજ હજારો તસવીરો-વીડિયો અપલોડ થાય છે, જેમાંથી કેટલાક વાયરલ થાય છે. આવો જ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં ગામડાનો એક બાળક ગોવિંદાના ગીત પર ધમાકેદાર ડાન્સ કરી રહ્યો છે.



આશિષ ચૌહાણ નામના ટ્વિટર યુઝરે આ બાળકનો ડાન્સિંગ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જે વાયરલ થયો હતો અને બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી પાસે ગયો હતો. સુનીલ શેટ્ટીએ આ વીડિયો જોયો ત્યારે તે બાળકની ડાન્સની પ્રતિભા જોઈને સ્તબ્ધ થઈ ગયો અને તેણે સૌને વિનંતી કરી કે આ બાળકને લોકપ્રિય બનાવો.

ટ્વિટર પર વીડિયો શેર કરતી વખતે સુનિલ શેટ્ટી લખ્યું, આભાર આશિષ, આ અદભૂત બાળકની પ્રતિભાને ઉજાગર કરવા બદલ. ભગવાન તેના પર કૃપા કરે અને આ બાળક પોતાની ડાન્સિંગ સ્કિલથી સમગ્ર દુનિયામા છવાઈ જાય. આવો તેને ફેમસ બનાવીએ. બાળક તેની ઝૂંપડીની સામે ગોવિંદાની પ્રખ્યાત ફિલ્મ કુલી નં .1 નું ગીત એક ચુમ્મા તું મુજકો ઉધાર દે દે પર ડાન્સ કરતો જોવા મળે છે.