Besharam Rang Controversy: શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'પઠાણ' પોતાના ગીત બેશરમ રંગના કારણે વિવાદોમાં ઘેરાઇ ગઇ છે. ફિલ્મના આ ગીતને લઇને હવે મોટા પાયે વિરોધ શરૂ થઇ રહ્યો છે, અને ફિલ્મ પર બેન લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. હવે આ ગીત પર થઇ રહેલા વિવાદ પર સાઉથની સુપરહીટ ફિલ્મ બાહુબલીના નિર્માતાની પ્રતિક્રિયા સામે આવી છે.


બાહુબલીના નિર્માતા શોબૂ યારલાગડ્ડાએ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાના નિવેદનો પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. રાજનાતેએ કહ્યું હતુ કે, પઠાણ દોષોથી ભરેલો હતો, અને વિષાક્ત માનસિકતા હતી, અને મધ્યપ્રદેશનમાં ફિલ્મની સ્ક્રીનિંગને રોકવાની ધમકી આપવામાં આવી હતી. હવે શોબૂ યારલાગડ્ડાએ ટ્વીટર પર પૉસ્ટને કૉટ ટ્વીટ કરી છે, લખ્યુ- આપણે વાસ્તવમાં બહુજ નીચે જઇ રહ્યાં છીએ. 






નરોત્તમ મિશ્રાએ શું કહેલુ -
મધ્યપ્રદેશના મંત્રીએ પઠાણના નિર્માતાઓને ચેતવણી આપી છે કે જો દીપિકાના કપડાં અને ફિલ્મના કેટલાક દ્રશ્યો તાત્કાલિક બદલવામાં નહીં આવે તો તે નિર્માતાઓ માટે સારું રહેશે નહીં, અને તેઓ આ ફિલ્મને મોટા પડદા પર રિલીઝ થવા દેશે નહીં. ડો.નરોત્તમ મિશ્રાએ પોતાના નિવેદનમાં કહ્યું- દીપિકા પાદુકોણે પઠાણમાં જે રીતે ભગવા રંગની મજાક ઉડાવી છે, તેને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં, તેને બેશરમ રંગનું નામ આપવામાં આવ્યું છે. ક્યાંક બોલિવૂડ સનાતન ધર્મની વિરુદ્ધ જવાનો પ્રયાસ કરી રહ્યું છે. કમનસીબી એ છે કે જે ભગવા રંગે સમગ્ર દેશ અને દુનિયાને દિશા બતાવવાનું કામ કર્યું છે તેને આ ગીતમાં બેશરમ રંગનું નામ આપવામાં આવ્યું છે.


પઠાણ ફિલ્મનું પહેલું ગીત રિલીઝ થતાની સાથે જ તે વિવાદો સાથે જોડાયેલું જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પઠાણના બોયકોટની માંગ સતત વધી રહી છે. હા, ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની ધમકીઓ પહેલાથી જ મળી રહી છે. હકીકતમાં, ફિલ્મના રિલીઝ થયેલા ગીત બેશરમ રંગમાં દીપિકા પાદુકોણ શાહરૂખ સાથે ભગવા રંગની બિકિની પહેરીને રોમાન્સ કરતી જોવા મળી છે. આવી સ્થિતિમાં આને મુદ્દો બનાવીને તેની ફિલ્મ અને તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.