Ranveer Singh Photoshoot : બોલીવુડ એક્ટર રણવીર સિંહ  (Ranveer Singh) આ દિવસોમાં તેના એક ફોટોશૂટને લઈ ઘણો ચર્ચામાં છે. રણવીરે આ ફોટોશૂટમાં કપડાં પહેર્યા વગર અલગ-અલગ પોઝ આપીને ફોટો ક્લિક કરાવ્યા હતા. રણવીરને આ ફોટો બદલ ઘણો ટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે. આ ફોટોશૂટના કારણે હવે રણવીર નવી મુસિબતમાં મુકાઈ ગયો છે. કારણ કે, રણવીર સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.


ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદઃ
આ ન્યૂડ ફોટોશૂટ કરવાના મામલે ભારતીય સંસ્કૃતિનો હવાલો આપીને એક ગૈર-સરકારી સંસ્થાએ (NGO) રણવીર સિંહ સામે ફરિયાદ નોંધાવી છે. મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં રણવીર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 


ભારતીય સંસ્કૃતિનો હવાલો આપીને રણવીર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ન્યૂડ ફોટોશૂટ કરાવવાના મામલે ભારતીય સંસ્કૃતિને ટાંકીને એક NGOએ મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં રણવીર સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 'શ્યામ મંગારામ ફાઉન્ડેશન નામની NGO સંસ્થાએ પોતાની ફરિયાદમાં લખ્યું છે કે, અમે છેલ્લા 6 વર્ષથી વિધવાઓના સારા ભવિષ્ય માટે કામ કરી રહ્યા છીએ. ગયા અઠવાડિયે આપણે રણવીર સિંહના ઘણા નગ્ન ફોટા વાયરલ થતા જોયા. જે રીતે તે તસવીરો ક્લિક કરવામાં આવી છે તે જોઈને કોઈપણ સ્ત્રી અને પુરુષ શરમ અનુભવશે.


શું છે સમગ્ર મામલોઃ
થોડા દિવસો પહેલાં જ રણવીરે પેપર મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું જેણે સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચા જગાવી હતી. જો કે રણવીર તેની અસામાન્ય સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ રણવીરના આ ફોટાએ એક અલગ જ ચર્ચા છેડી કારણ કે રણવીરે આ ફોટોશૂટ ન્યૂડ કરાવ્યું હતું. અભિનેતાની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં તે ન્યૂડ હતો અને અલગ-અલગ પોઝ આપી રહ્યો હતો. કેટલાક લોકોએ અભિનેતાના આ ફોટોશૂટનું સમર્થન કર્યું તો કેટલાકે તેની ટીકા કરી. જોકે રણવીરનું કહેવું છે કે, આ માત્ર ફોટોશૂટ છે, તે 1000 લોકોની સામે પણ નગ્ન થઈ શકે છે, તેની તેને કોઈ પરવા નથી.