સોનાક્ષી સિન્હાએ એક ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે, તેને એક ટ્વીટમાં લખ્યું કે- હું છેલ્લા કેટલાય સમયથી સાંભળી રહી છું કે, લોકો પોતાના કુતરાઓને બહાર છોડી રહ્યાં છે, કેમકે તેમને લાગે છે કે આ વાયરસ આ જાનવરોના કારણે ફેલાઇ રહ્યો છે. મારી પાસે તમારા લોકો માટે એક સમાચાર છે- તમે બેવકૂફ છો, અને તમારે માત્ર તમારુ અજ્ઞાન અને બેદર્દીને છોડવાની જરૂર છે.
સોનાક્ષી સિન્હાના આ ટ્વીટ પર કેટલાક લોકોની જુદીજુદી પ્રતિક્રિયાઓ સામે આવી છે.
ખાસ વાત છે કે, બૉલીવુડના અન્ય સ્ટાર્સની જેમ સોનાક્ષી સિન્હા પણ હાલ પોતાના ઘરે સમય વિતાવી રહી છે, તેનુ કહેવુ છે કે જ્યારે લૉકડાઉનનો સમય પુરો થશે ત્યારે તે સમુદ્રમાં નહાવા જશે. હાલ સોનાક્ષીના ઇન્ટાગ્રામ પર 1.9 કરોડથી વધુ ફોલોઅર્સ છે.