કોરોના કાળમાં કેટલીય બૉલીવુડ હસ્તીઓ બાદ હવે વારો છે અભિનેતા અર્જૂન કપૂરનો. તેને સંકટના માર્યા લોકો માટે ફન્ડરેસિંગ કાર્યક્રમમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. કાર્યક્રમમાંથી મળનારી રકમ કોરોના પીડિતો પર ખર્ચ કરવામાં આવશે. રિલીઝ ફંડ માટે થનારા કાર્યક્રમનું નામ રાખવામાં આવ્યુ છે OHM Live. આજે થનારા 24 કલાક કાર્યક્રમમાં કેટલીયે દિગ્ગજ હસ્તીઓ ભાગ લઇ રહી છે.
અર્જૂન કપૂરે કહ્યું એક જાગૃત નાગરિક મારે આ મહામારીના સમયમાં એક નાની ભૂમિકા નિભાવવી છે, જેનાથી લોકોની મદદ થઇ શકે. વૈશ્વિક સંકટે હાલ વિકરાળ રૂપ ધારણ કરી લીધુ છે, અને આનાથી આખી દુનિયા પ્રભાવિત થઇ ચૂકી છે.
સંકટે અમને શીખવાડ્યુ છે કે દુનિયાના કોઇપણ ખુણામાં આપણે રહીએ પણ એકબીજા સાથે હંમેશા જોડાયેલા છીએ. અભિનેતાએ કહ્યું ચેરિટી શૉનો ભાગ બનાવા પર ખુબ ખુશ છું. ચેરિટી શૉમાંથી મળનારી રકમ ગ્લૉબલ ગિફ્ટ ફાઇન્ડેશન, દુબઇ કેયર્સ અને ફ્રન્ટ પર રહીને કામ કરનારા સુધી જશે.
આ શૉમાં અર્જૂન કપૂરની સાથે જેસન ડેરુલો, દુઆ લિપા, મલૂમા, નિકી જમ ઉપરાંત બીજા કેટલાક સ્ટાર્સ દેખાશે. આમાં 150 સેલિબ્રિટી ભાગ લઇ રહી છે.