બૉલીવુડ એક્ટ્રેસ શ્રુતિ હસન તાજેતરમાં જ કામના સિલસિલામાં ટ્રાવેલ પર ગઇ હતી, આ દરમિયાન તેને એક પીપીઇ કીટ પહેરેલી તસવીર પૉસ્ટ કરી જે ખુબ વાયરલ થઇ રહી છે.
એક્ટ્રેસ શ્રુતિ હસન કામને લઇને હૈદરાબાદ, બેંગ્લુરુ અને ચેન્નાઇ જેવા મોટા શહેરોમાં અવરજવર કરી રહી છે, કોરોના અને ફેન્સને ધ્યાનમાં રાખી એક્ટ્રેસ પોતાની સુરક્ષા માટે કાળા રંગની પીપીઇ કીટ પહેરી હતી. શ્રુતિ હસનએ ઇન્સ્ટા પર તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું- 'Travel ready', #DoesItComeInBlack. ઉલ્લેખનીય છે કે લોકો સામાન્ય રીતે વ્હાઇટ કલરની પીપીઇ કીટ પહેરતા હોય છે, પરંતુ એક્ટ્રેસ ફેન્સથી બચવા માટે કાળા રંગની પીપીઇ કીટ પહેરીને શહેરમાં નીકળી હતી.
એક્ટ્રેસ શ્રુતિ હસને દિગ્ગજ એક્ટર કમાલ હસનની દીકરી છે, અને તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ગાયક તરીકે કેરિયર શરૂ કરી હતી, એક્ટ્રેસ બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેના સંગીત અને ગીતોને ઋત્વિક રોશન સહિતના સ્ટારે પણ પ્રસંશા કરી ચૂક્યા છે.