મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલ પોતાની ફિલ્મ છપાકને લઇને ખુબ ચર્ચામાં છે. ફિલ્મ બૉક્સ ઓફિસ પર સારુ પરફોર્મન્સ આપી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે દીપિકા પાદુકોણએ વધુ એક ફિલ્મની જાહેરાત કરી દીધી છે. તેને પોતાના ટ્વીટર પર પોતાની અપકમિંગ ફિલ્મને લઇને માહિતી શેર કરી છે.


એક્ટ્રેસે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી પર પોતાની અપકમિંગ ફિલ્મની માહિતી આપી છે. આ ફિલ્મમાં દીપિકા અને ઋષિ કપૂર પહેલીવાર એકસાથે દેખાશે. આ ફિલ્મ 2015માં રિલીઝ થયેલી હૉલીવુડ ફિલ્મ 'ધ ઇન્ટર્ન'ની રિમેક છે. ફિલ્મનુ પ્રૉડક્શન અજ્યોર, કા અને વાર્નર બ્રધર્સ સાથે મળીને કરી રહ્યાં છે.


2015માં રિલીઝ થયેલી ફિલ્મ ધ ઇન્ટર્ન એક કૉમેડી ડ્રામા છે, સ્ટૉરી પ્રમાણે, 70 વર્ષનો માણ, જેની પત્ની નથી, ઓનલાઇન ફેશન વેબસાઇટમાં ઇન્ટર્ન તરીકે કામ કરવા પહોંચે છે. આ કૉમેડી ડ્રામા ફિલ્મ 70 વર્ષના એવા વ્યક્તિ પર આધારિત છે, જે રિટાયરમેન્ટ બાદ ઓનલાઇન ફેશન વેબસાઇટમાં ઇન્ટર્ન તરીકે કામ કરવાનુ શરૂ કરે છે.



એક્ટર રૉબર્ટ ડી નીરો દ્વારા નિભાવવામાં આવેલા પાત્રને ઋષિ કપૂર નિભાવવા જઇ રહ્યાં છે. ફિલ્મમાં ઋષિ કપૂર આ રૉલમાં દેખાશે. આ ફિલ્મનુ રિમેક કન્નડમાં 'હૉટ્ટેગાગી ગેનુ બટ્ટેગાગી' નામથી 2018માં પણ બની ચૂકી છે.


વાદળી રંગના પૉસ્ટમાં આ માહિતી શેર કરતા દીપિકાએ લખ્યુ, હું એક લાઇટ અને કૉમેડી ડ્રામાની તલાશ કરી રહી હતી, અને આ ફિલ્મની કહાની આના પર ફિટ બેસે છે. હું આ સફરને શરૂ કરવાની ખુબ ઉત્સાહથી રાહ જોઇ રહી છું. જે આગામી વર્ષ એટલે કે 2021માં રિલીઝ થશે. વળી ઋષિ કપૂરે પણ ફિલ્મનુ પૉસ્ટર શેર કર્યુ હતું.