Year Ender 2022: જૂનું વર્ષ એટલે કે 2022નું વર્ષ હવે પૂરું થઈ રહ્યું છે જ્યારે નવું વર્ષ એટલે કે 2023નું વર્ષ ગણતરીના દિવસોમાં જ આવી રહ્યું છે. ત્યારે ઓટીટી પ્લેટફોર્મ પર આ વર્ષે એટલે કે 2022ના વર્ષ દરમિયાન કઈ કઇ વેબસિરીઝે ધમાલ મચાવી અને દર્શકોને તે કેટલી પસંદ આવી તે વિશે આજે આપણે વાત કરીશું.
લોકોએ આ વેબસીરિઝને ખૂબ પસંદ કરી
જેઓ ઓટીટી પ્લેટફોર્મને પસંદ કરે છે. તેમના માટે મનોરંજનની કોઈ કમી નથી. ડિજિટલ પ્લેટફોર્મ પર ક્રાઈમ સ્ટોરી પણ વધુ પસંદ કરવામાં આવે છે અને દર્શકો ક્રાઈમ સિરીઝને ખૂબ જ ઉત્સાહથી જોવાનું પસંદ કરે છે અને આ વર્ષે આવેલી ઘણી ક્રાઈમ વેબ સિરીઝે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. અને લોકોને આ વેબસીરિઝ ખૂબ જ પસંદ પણ આવી છે.
'દિલ્હી ક્રાઈમ સીઝન 2'
'દિલ્હી ક્રાઈમ સિઝન વન'ની સફળતા પછી આ વર્ષે તેની બીજી સિઝન દર્શકો માટે સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ સીઝનને પ્રેક્ષકો દ્વારા સારી રીતે આવકારવામાં આવી હતી અને જે લોકો ક્રાઈમ સિરીઝ પસંદ કરે છે તેમના માટે આ એક શાનદાર સિરીઝ છે. ચાહકો નેટફ્લિક્સ પર 'દિલ્હી ક્રાઈમ સીઝન 2' જોઈ શકે છે.
'અપહરણ 2'
OTT પ્લેટફોર્મ Voot પર સ્ટ્રીમ થયેલ 'Apharan 2' પણ આ વર્ષે OTT પર ધૂમ મચાવવામાં કોઈ કસર છોડી નહી. આ જોરદાર ક્રાઇમ સિરીઝ જોયા પછી દર્શકો પોતાની જાતને ખુશ થતાં રોકી શક્યા નહી
'ભૌકાલ 2'
'ભૌકાલવન' હિટ થઈ પછી દર્શકો ' ભૌકાલ 2' ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આ ક્રાઈમ સિરીઝે પણ ચાહકોના દિલ જીતી લીધા હતા અને સિરીઝમાં એક SSPની શક્તિ બતાવવામાં આવી છે કે તે કેવી રીતે ગુનાને ઉકેલી શકે છે અને ગુનાઓ કરનારાઓની હાલત ખરાબ કરે છે. ચાહકો આ 'Bhaukaal 2' MX Player પર જોઈ શકે છે.
'રક્તાંચલ સીઝન 2'
MX પ્લેયર પર સ્ટ્રીમ થયેલ, 'રક્તાંચલ સીઝન 2' માં, દર્શકોને આ વેબ સિરીઝમાં ખૂબ જ સારી રીતે બતાવવામાં આવ્યું છે કે 1980માં ઉત્તર પ્રદેશના પૂર્વાંચલમાં કેવા પ્રકારની ગુનાહિત ઘટનાઓ બનતી હતી.
'ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર'
'ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર' પણ ક્રાઈમ સિરીઝ પસંદ કરનારા લોકો માટે એક શાનદાર સિરીઝ છે. OTT પ્લેટફોર્મ Hotstar પર દર્શકો આ ક્રાઈમ સિરીઝની મજા લઈ શકશે.