Film Releasing in November 2022: દિવાળીના તહેવારોની સિઝન ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે સુસ્ત રહી છે. ઘણી હિન્દી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શકી નથી, પરંતુ નવેમ્બર મહિનો ફિલ્મ પ્રેમીઓ માટે ધમાકેદાર રહેવાનો છે. આ મહિને એક-બે નહીં પરંતુ 10થી વધુ બ્લોકબસ્ટર ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે. અજય દેવગન, કેટરિના કૈફ, વરુણ ધવનથી લઈને રાજકુમાર રાવ જેવા સુપરસ્ટારની ફિલ્મો મનોરંજનના ડબલ ડોઝ સાથે હાજર છે.


ફોન ભૂત
કેટરિના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સ્ટારર 'ફોન ભૂત' 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ 'હોરર કોમેડી' છે જેમાં કેટરીના ભૂતના અવતારમાં જોવા મળશે.


ભેડિયા
વરુણ ધવનની ફિલ્મ 'ભેડિયા' પણ આ મહિને રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 25 નવેમ્બરે રિલીઝ થશે. ભેડિયા પણ 'હોરર કોમેડી' જોનરની ફિલ્મ છે.


યશોદા
સાઉથની સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુની ફિલ્મ યશોધા પણ હિન્દી, કન્નડ, મલયાલમ અને તમિલ ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ તમે 11મી નવેમ્બરે જોઈ શકો છો.


દૃશ્યમ-2
અજય દેવગનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'દૃશ્યમ'ના આગામી ભાગની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. આ ફિલ્મ 18 નવેમ્બરે મોટા પડદા પર રિલીઝ થશે.


11 નવેમ્બરે ત્રણ ફિલ્મો રિલીઝ થશે
અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને બોમન ઈરાનીની ફિલ્મ 'ઉંચાઈ' 11 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ જ દિવસે 11 નવેમ્બરે સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ યોદ્ધા (Yodha) પણ રિલીઝ થઈ રહી છે. ગજરાજ રાવની ફિલ્મ થાઈ મસાજ (Thai Massage) પણ આ દિવસે રિલીઝ થઈ રહી છે.


ડબલ એક્સલ  ( Double XL)
હુમા કુરેશી અને સોનાક્ષી સિંહાની 'ડબલ એક્સએલ' 4 નવેમ્બરે મોટા પડદા પર રિલીઝ થઈ રહી છે.


મિલી (Mili)
જાહ્નવી કપૂર સ્ટારર 'મિલી' 4 નવેમ્બરે રિલીઝ થશે, આ વખતે જાહ્નવી મોટા પડદા પર કેટરિના કૈફ અને સોનાક્ષી સિન્હા સાથે ટક્કર આપવા આવી રહી છે. આ સાથે નીતિશ રાય દ્વારા દિગ્દર્શિત 'રામરાજ્ય', રાહુલ દેવની 'ધૂપ છાંવ' પણ 4 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.


મહત્વનું છે કે, દિવાળી પર રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ 'રામ સેતૂ' અને અજય દેવગણ-સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'થેન્ક ગોડ' બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શકી નથી. હવે નવેમ્બરમાં મહિનામાં આવી રહેલી આ ફિલ્મો પર દર્શકો કેવો પ્રેમ વરસાવે છે તે સમય બતાવશે.