મુંબઇઃ ડ્રગ્સ મામલે દીપિકા પાદુકોણનુ નામ સામે આવ્યા બાદ બૉલીવુડ કેટલાય મોટા નેતાઓના નિશાન આવી ચઢ્યૂ છે, છેલ્લા કેટલાક દિવસોથી શિરોમણી અકાલી દળના નેતા મજિન્દર સિંહ સિરસાએ આ મુદ્દે દીપિકા પાદુકોણ, કરણ જૌહર અને મધુ માંટેનાને નસેડી કહ્યાં છે. આ મુદ્દે ટ્વીટ થઇ રહ્યાં છે. હવે બીજેપી નેતા અને સાંસદ મનોજ તિવારીએ આના પર રિએક્શન્સ આપ્યા છે. તેને કહ્યું કે આખુ બૉલીવુડ આનામાં લપેટાયેલુ નથી, એક વર્ગનુ નામ બહાર આવ્યુ છે.
મનોજ તિવારીએ એબીપી ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે, કેટલાક લોકો ભારતના બૉલીવુડ પર પ્રશ્ન ચિન્હ લગાવવા માંગે છે. આપણે તેમના કાવતરામાં નથી આવવાનુ, જે લોકો આમા લપેટાયેલા છે, તેમની તપાસ થાય અને કડકમાં કડક સજા થાય. કેમકે આ લોકો ભારતના શ્રૃગાંર બૉલીવુડ પર એવો ધબ્બો લગાવી દીધો છે. બૉલીવુડમાં કેટલાય મોટા સ્ટાર્સ પણ પરેશાન થઇ ગયા છે, આ લોકોથી જે ડ્રગ્સમાં લપેટાયેલા છે, આવનારી યુવા પેઢીને ખોટો મેસેજ આપી રહ્યું છે.
બૉલીવુડની ઇમેજ બગડી રહી છે....
મનોજ તિવારીએ આગળ કહ્યું કે આ ડ્રગ્સના કારણે ખુદની સાથે યુવાઓને પણ દેશ-વિરોધી ગતિવિધિઓમાં સામેલ કરાવી રહ્યા છે.આ જ્યાંથી પણ ડ્રગ્સ આવી રહ્યું છે, તે તેમના મનનો વિચાર થઇ રહ્યો છે. તેમને કહ્યું કે, તેમની વિરુદ્ધ અવાજ ઉઠાવવી જોઇએ. તેમને કહ્યું કે આટલી મોટી ઇમેજ વાળા બૉલીવુડની ઇમેજ ખરાબ થઇ રહી છે. જો મોટા સ્ટાર્સ નહીં આવે તો આનુ પરિણામ બૉલીવુડને ભોગવવુ પડશે.
મનોજ તિવારીએ આગળ કહ્યું- દીપિકા પાદુકોણ ડ્રગ્સ લેછે અને ડ્રગ્સ લીધા બાદ અસર એ થાય છે કે તે દેશ વિરોધી લોકો સાથે ઉભી થઇ જાય છે.તેને કટાક્ષ કરતા કહ્યું હવે તે શોધવાનુ રહેશે કે શું ડ્રગ્સ લીધા બાદ વિચાર દેશ વિરોધી થઇ જાય છે.આ ઉપરાંત તેને દીપિકાના જેએનયુના કથિત ટુકડા ટુકડા ગેન્ગ પર નિશાન સાધ્યુ હતુ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
મનોજ તિવારી બોલ્યા- ડ્રગ્સ લીધા પછી દેશ વિરોધીઓની સાથે ઉભી થઇ જાય છે દીપિકા, બગાડી બૉલીવુડની ઇમેજ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Sep 2020 02:25 PM (IST)
મનોજ તિવારીએ એબીપી ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે, કેટલાક લોકો ભારતના બૉલીવુડ પર પ્રશ્ન ચિન્હ લગાવવા માંગે છે. આપણે તેમના કાવતરામાં નથી આવવાનુ, જે લોકો આમા લપેટાયેલા છે, તેમની તપાસ થાય અને કડકમાં કડક સજા થાય
- - - - - - - - - Advertisement - - - - - - - - -