Ek Villain Returns Collection Day 3: 2014માં આવેલી ફિલ્મ એક વિલેનની સિક્વલ એક વિલન રિટર્ન્સે રિલીઝ થયાના ત્રીજા દિવસે અનુમાન કરતાં વધારે કમાણી કરી લીધી છે. રવિવારે અર્જુન કપૂર, જોન અબ્રાહમ, દિશા પાટની અને તારા સુતારિયાની આ ફિલ્મે 9.02 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે. જ્યારે શુક્રવારે ફક્ત 7.05 કરોડ અને શનિવારે 7.47 કરોડ રુપિયાનો કારોબાર કર્યો હતો. ત્રણેય દિવસની કમાણીનો કુલ આંકડો જોઈએ તો ફિલ્મે 23.54 કરોડ રુપિયા કમાણી કરી છે. મહત્વનું છે કે, એક વિલેન રિટર્ન્સે એડવાન્સ બુકિંગ દ્વારા પહેલેથી જ 2 કરોડ રુપિયાની કામાણી કરી લીધી હતી.
'એક વિલેન રિટર્ન્સ' પર ભારે પડી 'વિક્રાંત રોણા':
'એક વિલેન રિટર્ન્સ'ની સાથે રિલીઝ થયેલી કિચ્ચા સુદીપની ફિલ્મ 'વિક્રાંત રોણા' પણ સારું પ્રદર્શન કરી રહી છે. બંને ફિલ્મોની સરખામણી કરીએ તો 'એક વિલેન રિટર્ન્સ' કરતાં 'વિક્રાંત રોણા' ઘણી આગળ છે. કિચ્ચી સુદીપની ફિલ્મે દેશી બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો છે, ફિલ્મે પહેલા દિવસે જ 19.6 કરોડની કમાણી કરી હતી. વિક્રાંત રોણાનું ત્રણ દિવસનું કુલ કલેક્શન 39.30 કરોડ રુપિયા રહ્યું છે. કિચ્ચા સુદીપની વિક્રાંત રોણાને 2500 સ્ક્રીન પર રિલીઝ કરાઈ હતી. જ્યારે એક વિલન રિટર્ન્સને 2539 સ્ક્રીન્સ પર રિલીઝ કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, મોહિત સૂરીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ એક વિલન રિટર્ન્સે તેના બજેટ મુજબ સારું પ્રદર્શન કર્યું છે. આ ફિલ્મનું કુલ બજેટ 80 કરોડ રુપિયા છે. જે મુજબ ત્રણ જ દિવસમાં ફિલ્મની કમાણીનો આંકડો 23.54 કરોડ પર પહોંચી ગયો છે. એક વિલન રિટર્ન્સે ઉત્તર પ્રદેશ અને બિહારમાં સારી કમાણી કરી છે.