Emergency Teaser Out: બૉલીવુડ ક્વિન કંગના રનૌત એક નવી ફિલ્મ લઇને આવી રહી છે. આ ફિલ્મ છે 'ઇમરજન્સી'.. જ્યારથી કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી'નો ફર્સ્ટ લૂક રિલીઝ થયો છે ત્યારથી ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે છેવટે શનિવારે કંગનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના સોલો નિર્દેશિત ફિલ્મ 'ઇમર્જન્સી'નું ટીઝર રિલીઝ કરી દીધુ છે. શૉર્ટ ક્લિપમાં અનુપમ ખેર પણ જોવા મળે છે. ટીઝરની સાથે એ પણ જાણવા મળ્યું છે કે આ ફિલ્મ તે સમયની આસપાસ ફરે છે જ્યારે 1975માં ઈન્દિરા ગાંધીના નેતૃત્વવાળી સરકાર દ્વારા ભારતમાં 'ઇમરજન્સી' લાગુ કરવામાં આવી હતી.


'ઇમરજન્સી'નું દમદાર ટીજર રિલીઝ  - 
'ઇમરજન્સી'નું ટીઝર શરૂ થતાં જ સ્ક્રીન પર 25 જૂન, 1975 લખેલું છે. તે દરમિયાન દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. બ્લેક એન્ડ વ્હાઇટ વીડિયોમાં અનુપમ ખરે જેલના સળિયા પાછળ જોવા મળી રહ્યા છે અને સ્ક્રીન પર લખવામાં આવ્યું છે કે વિરોધ પક્ષના નેતાની ધરપકડ કરવામાં આવી છે. આ પછી બેકગ્રાઉન્ડમાં તેનો અવાજ સંભળાય છે, આ સરકારનો નિયમ નથી, અહંકારનો નિયમ છે. આ આપણું મૃત્યુ નથી, આ દેશનું મૃત્યુ છે. આ સરમુખત્યારશાહીને રોકવી પડશે. આ પછી બેકગ્રાઉન્ડમાં કગનાનો અવાજ આવે છે, જે ફિલ્મમાં ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહી છે. તે કહે છે કે મને આ દેશની રક્ષા કરતા કોઈ રોકી શકશે નહીં. કારણ કે ભારત ઈન્દિરા છે, અને ઈન્દિરા ભારત છે.


ક્યારે રિલીઝ થશે 'ઇમરજન્સી' ?
ટીઝરની સાથે કંગનાએ ફિલ્મની નવી રિલીઝ ડેટની પણ જાહેરાત કરી હતી. 'ઇમરજન્સી' 24 નવેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે. ટીઝર રિલીઝ કરવાની સાથે જ અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- “રક્ષક કે તાનાશાહ? આપણા ઈતિહાસના સૌથી કાળા સમયના સાક્ષી બનીએ જ્યારે આપણા દેશના નેતાએ પોતાના લોકો સામે યુદ્ધની જાહેરાત કરી.




'ઇમરજન્સી'ને કંગના રનૌતે કરી છે ડાયેરક્ટ - 
ઉલ્લેખનીય છે કે, 'ઇમરજન્સી' એક આગામી હિન્દી આધારિત ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છે, જેની ડાયરેક્ટર અને પ્રૉડ્યૂસર કંગના રનૌત છે. તેની પટકથા રિતેશ શાહની છે અને સ્ટૉરી રાણાવતની છે. કંગના રનૌતે 2021માં 'ઇમરજન્સી'ની જાહેરાત કરી હતી અને બાદમાં સ્પષ્ટતા કરી હતી કે 'ઇમરજન્સી' એક રાજકીય ડ્રામા હોવા છતાં, તે ઇન્દિરા ગાંધીની બાયૉપિક નથી. અભિનેત્રી આ ફિલ્મમાં માત્ર મુખ્ય ભૂમિકા જ નથી ભજવી રહી પરંતુ તેનું નિર્દેશન પણ કરી રહી છે. ફિલ્મમાં કંગના ઉપરાંત અનુપમ ખેર, મિલિંદ સોમન, મહિમા ચૌધરી અને શ્રેયસ તલપડે પણ છે.


 


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial


-