Emraan Hashmi Injured: બોલિવૂડ અભિનેતા ઈમરાન હાશ્મીને ગંભીર ઈજા પહોંચી છે. હૈદરાબાદમાં એક ફિલ્મના એક્શન સીનનું શૂટિંગ કરતી વખતે ઈમરાન હાશમીને આ ઈજા થઈ હતી. અહેવાલ છે કે ગોદાચારી 2 ફિલ્મના સેટ પર ઈમરાન પોતાના સ્ટંટ કરી રહ્યો હતો. આ દરમિયાન તેને ઈજા થઈ હતી.
આ વર્ષે ઓગસ્ટમાં અભિનેતા આદિવી શેષે જાહેરાત કરી હતી કે અભિનેતા ઇમરાન હાશ્મી ગોદાચારી 2 ની સ્ટાર કાસ્ટમાં જોડાયો છે. જાહેરાત પછી, ઈમરાને તેનું શૂટિંગ શરૂ કર્યું પરંતુ શૂટિંગ દરમિયાન તેને સેટ પર ગંભીર ઈજાઓ થઈ છે. તેની ઇજાઓની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી જ્યાં તેની ગરદન પર ઊંડો ઘા જોઈ શકાય છે.
ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને ગરદનમાં ઈજા પહોંચી હતી. પ્રોડક્શનની નજીકના સૂત્રોએ જણાવ્યું કે, “ઇમરાન ફિલ્મમાં એક એક્શન સીન માટે શૂટિંગ કરી રહ્યો હતો. તેણે જમ્પિંગ સિક્વન્સ દરમિયાન ગરદનની આસપાસ ઇજા પહોંચી હતી. મર્ડર અભિનેતા હાલ હૈદરાબાદમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે.
બોલિવૂડમાં સીરીયલ કિસર તરીકે ફેમસ ઈમરાન હાશ્મીએ ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘રાઝ’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી ધીમે ધીમે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. 24 માર્ચ 1979ના રોજ જન્મેલા ઈમરાન હાશ્મીએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. ફિલ્મોમાં સૌથી વધુ અભિનેત્રીઓને કિસ કરવાનો રેકોર્ડ ઈમરાનના નામે છે.
બોલિવૂડની ફિલ્મોમાં ધૂમ મચાવનાર ઈમરાન હાશ્મી સાઉથમાં પણ ધૂમ મચાવી રહ્યો છે. ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવતે ફિલ્મ 'મર્ડર'માં પહેલીવાર સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રીને દર્શકોએ ખૂબ વખાણી હતી. 2004માં રિલીઝ થયેલી મર્ડરે બોક્સ ઓફિસ પર 38.95 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ તે વર્ષની 8મી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. અનુરાગ બાસુ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ઈમરાન અને મલ્લિકા ઉપરાંત અશ્મિત પટેલ પણ લીડ રોલમાં હતો.
Soniya Bansal : બોડીકોન લૂકમાં સોનિયા બંસલે કેમેરા સામે આપ્યા હોટ પોઝ, જુઓ તસવીરો