નવી દિલ્હીઃ છેલ્લા કેટલાય દિવસોથી દેશમાં પૉપ્યૂલર હૉલીવુડ સિંગર રિહાનાના એક ટ્વીટને લઇને જબરદસ્ત વિરોધ થઇ રહ્યો છે. ખરેખરમાં રિહાનાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન પર ટ્વીટ કર્યુ હતુ, જેમાં તેને અડકતરી રીતે સરકારનો વિરોધ અને ખેડૂતોનુ સમર્થન કર્યુ હતુ. રિહાનાના આ ટ્વીટ પર દેશની જાણીતી સેલિબ્રિટીઓએ વિરોધ નોંધાવ્યો હતો. હવે આ મામલે ટીવીના પૉપ્યૂલર શૉ રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા નિભાવનારા એક્ટર સુનિલ લહેરી પણ વિરોધ કર્યો છે, તેને રિહાનાને આડેહાથી લીધી છે.

રામાયણના લક્ષ્મણે શું કહ્યું-
આ આખા પ્રકરણમાં અભિનેતા સુનિલ લહેરીએ રિહાનાને આડેહાથે લીધી છે. સુનિલ લહેરીએ રિહાનાના ટ્વીટનો જોરદાર જવાબ આપ્યો છે. એક્ટરે લખ્યું- રિહાના કે પછી કોઇપણ વિદેશી શખ્સને અમારા દેશના આંતરિક મામલામાં દખલ દેવાનો કોઇ અધિકાર નથી. ખેડૂતનું આંદોલન અમારા દેશનો પ્રાઇવેટ મુદ્દો છે. ભારતના લોકો પોતાની પરેશાનીઓને જાતે જ હલ કવરા માટે સક્ષમ છે.



અરુણ ગોવિલે પણ નારાજગી દર્શાવી....
આ ઉપરાંત રામાનંદ સાગરની રામાયણમાં રામની ભૂમિકા નિભાવી ચૂકેલા અભિનેતા અરુણ ગોવિલે પણ ખેડૂત આંદોલનને લઇને પોતાની પ્રતિક્રિયા આપી હતી. 26 જાન્યુઆરીના દિવસે દિલ્હીમાં થયેલી હિંસાને લઇને અરુણ ગોવિલે સખત નારાજગી દર્શાવી હતી. તેમને આખી ઘટનાને શરમજનક કહેતા આને વિદેશી તાકતોનો ઘાતક એજન્ડા બતાવ્યો હતો.