Fawad Khan Comeback: પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની દુનિયાભરમાં ફેન ફોલોઈંગ છે. જ્યારે તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી ત્યારે દરેક તેના દિવાના થઈ ગયા હતા. તેની ફિલ્મ ખૂબસૂરત, કપૂર એન્ડ સન્સને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. ભારતમાં પણ ફવાદની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે. જો કે, ફવાદ 2016ની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ બાદથી કોઈ બોલિવૂડ ફિલ્મમાં જોવા મળ્યો નથી. ઉરીના હુમલા બાદ ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. હવે 8 વર્ષ બાદ ફવાદ બોલિવૂડમાં કમબેક કરવા માટે તૈયાર છે.

Continues below advertisement



2023 માં, બોમ્બે હાઈકોર્ટે ભારતીય નાગરિકો, કંપનીઓ અને સંગઠનો પર પાકિસ્તાની કલાકારો, જેમ કે અભિનેતા, ગાયકો, સંગીતકારો, ગીતકારો અને ટેકનિશિયન સાથે સહયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ સુનિલ બી શુક્રે અને જસ્ટિસ ફિરદૌસ પી પૂનીવાલાની આગેવાની હેઠળ કોર્ટે જાહેર કર્યું હતું કે આ અરજી સાંસ્કૃતિક સંવાદિતા, એકતા અને શાંતિને પ્રોત્સાહન આપવા માટેનું એક પૂર્વવર્તી પગલું રજૂ કરે છે અને તેમાં યોગ્યતાનો અભાવ છે. આમ કોર્ટે અરજીનો અસ્વીકાર કર્યો હતો કારણકે આ અરજી સાંસ્કૃતિક સંવાદિતા, એકતા અને શાંતિને પ્રોત્સાહન આપવા માટેનું એક પૂર્વવર્તી પગલું રજૂ કરી રહી હતી. પરંતુ જો વાત કરીએ તેના વિશે તો કોર્ટને તેમાં યોગ્યતાનો અભાવ લાગ્યો હતો.  


ફવાદ હવે આ અભિનેત્રી સાથે રોમાન્સ કરશે
ફિલ્મફેરના રિપોર્ટ અનુસાર, આ બોલિવૂડ ફિલ્મમાં ફવાદ ખાન વાણી કપૂર સાથે રોમાન્સ કરતો જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં થશે. ફિલ્મનું શીર્ષક હજુ જણાવવામાં આવ્યું નથી. આ ફિલ્મ હાલમાં પ્રી-પ્રોડક્શનમાં છે. તેનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થશે અને તેને લગતી માહિતી શેર કરવામાં આવશે.


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ફવાદ ટૂંક સમયમાં વેબ સિરીઝ બરજાકમાં જોવા મળશે. આ સિરીઝમાં તેની સાથે સનમ સઈદ લીડ રોલમાં જોવા મળશે. આ સીરિઝ 19મી જુલાઈએ રિલીઝ થશે. કોઈપણ રીતે, ચાહકો ફવાદની ફિલ્મો અને શોની આતુરતાથી રાહ જોતા હોય છે. હવે જેમ જ તેમને બોલિવૂડ ફિલ્મ વિશે ખબર પડશે તેઓ ખૂબ જ ઉત્સાહિત થઈ જશે. કારણકે ફવાદે તેના અભિનય દ્વારા લોકોના હ્રદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.