બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર રોહિત શેટ્ટીએ કાશ્મીર ખીણના લોકોનો આભાર માનતા ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ વીડિયો શેર કર્યો છે. નોંધનીય છે કે રોહિત શેટ્ટીએ તાજેતરમાં તેની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેઇન’નું શિડ્યૂલ પુરુ કર્યું છે. એટલું જ નહી રોહિત શેટ્ટીએ પોતાની પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રાલયનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું હતુ કે કાશ્મીર પ્રત્યેના અપાર પ્રેમ માટે આભાર. સૌથી અદભૂત અને ભાવનાત્મક કાર્યક્રમ હતો.






વીડિયોમાં તેમના કાશ્મીર શિડ્યૂલમાંથી પડદા પાછળની કેટલીક ક્લિપ્સ સામેલ છે. તે વિડિયોમાં લખાણ પણ બતાવવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે કે "આપણી માતૃભૂમિમાં હંમેશા કાશ્મીર નામનું સ્વર્ગ હતું." પરંતુ એકવાર આતંકવાદ હતો, અશાંતિ હતી, કર્ફ્યુ હતુ, કોઈ સામાજિક જીવન ન હતું અને પછી કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી. 5 વર્ષ પછી અમે સિંઘમ અગેઇન અને હવે નવું કાશ્મીર, ખુશી, યુવા ઉર્જા, પ્રવાસન, શાંતિ, પ્રેમ ફિલ્માવવા પહોંચ્યા. નવા ભારતનું નવું કાશ્મીર.


તાજેતરમાં સિંઘમ અગેઇનની ટીમે તેમના કાશ્મીર શિડ્યૂલ પુરુ કર્યું હતું અને મુખ્ય અભિનેતા અજય દેવગનની તેના અવતારની એક તસવીર શેર કરી. જમ્મુ અને કાશ્મીર માહિતી અને પીઆર દ્વારા અભિનેતાનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં તેને કહેતા સાંભળી શકાય છે કે, “એક સુંદર શૂટિંગ અને આટલા સહકાર માટે કાશ્મીર ફિલ્મ ઓથોરિટીનો ખૂબ ખૂબ આભાર. આ એક સુંદર જગ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે અમે અહીં આવતા રહીએ. આભાર.''


સિંઘમ અગેઇનમાં અર્જુન કપૂર, અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, ટાઈગર શ્રોફ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ મુખ્ય ભૂમિકામાં છે. સિંઘમ અગેઇન સુપર-હિટ ફ્રેન્ચાઇઝીનો ત્રીજી ફિલ્મ છે. સિંઘમ 2011 માં રિલીઝ થઈ, જેમાં કાજલ અગ્રવાલ અને પ્રકાશ રાજ મુખ્ય ભૂમિકામાં હતા, ત્યારબાદ 2014 માં સિંઘમ રિટર્ન્સ. બંને પ્રોજેક્ટ્સને સારી સફળતા મળી હતી. સિંઘમ અગેઇન આ વર્ષે ઓગસ્ટમાં સ્વતંત્રતા દિવસના અવસરે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. તેની ટક્કર અલ્લુ અર્જુનની પુષ્પા 2: ધ રૂલ સાથે થશે.