Films-Series Releases In Independance Day Week: 15 ઓગસ્ટ એ સ્વતંત્રતાનો તહેવાર છે, જે આ વખતે સિનેમા પ્રેમીઓ માટે વધુ ખાસ બનવાનો છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર થિયેટરો નવી રિલીઝથી ભરેલા રહેશે. તે જ સમયે, નવી ફિલ્મો અને વેબ સિરીઝ OTT પર પણ રિલીઝ થશે. તો આવો જાણીએ કે, સ્વતંત્રતા દિવસના અવસરે કઈ કઈ ફિલ્મો રિલીઝ થઈ રહી છે.
વોર 2
'વોર 2' આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે જેમાં ઘણી બધી એક્શન હશે. ઋતિક રોશનની આ ફિલ્મ2019ની બ્લોકબસ્ટર ફિલ્મ 'વોર'ની સિક્વલ છે. હવે ઋતિક 14 ઓગસ્ટે 'વોર 2' સાથે સિનેમાઘરોમાં પરત ફરી રહ્યો છે. આ ફિલ્મમાં તેનો સામનો સાઉથ સ્ટાર જુનિયર NTR સાથે થશે. 'વોર 2' જુનિયર NTR ની પહેલી બોલિવૂડ ફિલ્મ છે. આ ફિલ્મનું દિગ્દર્શન અયાન મુખર્જીએ કર્યું છે જેમાં કિયારા અડવાણી મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે.
કુલી
'વોર 2' બોક્સ ઓફિસ પર સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'કુલી' સાથે ટકરાશે. ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. હવે 14 ઓગસ્ટે 'કૂલી' મોટા પડદા પર આવવા જઈ રહી છે. લોકેશ કનગરાજ દિગ્દર્શિત ફિલ્મ 'કૂલી'માં આમિર ખાન પણ શાનદાર અવતારમાં જોવા મળશે. 'કૂલી'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે જેમાં ચાહકો આમિરનો એક્શન અવતાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ ઉપરાંત શ્રુતિ હાસન, સત્યરાજ અને ઉપેન્દ્ર પણ ફિલ્મનો ભાગ છે.
તેહરાનજોન અબ્રાહમની ફિલ્મ 'તેહરાન'ની રિલીઝ ઘણા સમયથી અટકી પડી હતી. હવે નિર્માતાઓએ તેને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, 'તેહરાન' હવે થિયેટરોને બદલે સીધી OTT પર આવી રહી છે. જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ 'તેહરાન' 14 ઓગસ્ટથી ZEE5 પર સ્ટ્રીમ થશે. માનુષી છિલ્લર અને નીરુ બાજવા પણ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતા જોવા મળશે.
સારે જહાં સે અચ્છાવેબ સિરીઝ 'સારે જહાં સે અચ્છા' પણ સ્વતંત્રતા દિવસ નિમિત્તે રિલીઝ થવા જઈ રહી છે. પ્રતિક ગાંધી, સની હિન્દુજા, સુહેલ નય્યર, કૃતિકા કામરા, તિલોતમા શોમ, રજત કપૂર અને અનુપ સોની જેવા કલાકારો આ સિરીઝ માં મહત્વની ભૂમિકામાં છે. 'સારે જહાં સે અચ્છા' 13 ઓગસ્ટથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આમ સ્વતંત્રતા પર્વ પર લોકોને મનોરંજનનો સારો ડોઝ મળવા જઈ રહ્યો છે.