Collection: બૉક્સ ઓફિસ પર 'ભેડિયા' ધોવાઇ, બિઝનેસમાં થયો જોરદાર ઘટોડો, જાણો કલેક્શન

હવે થયુ એવુ છે કે, દ્રશ્યમ 2ની સામે 'ભેડિયા' ગાયબ જ થઇ ગઇ છે અને હાલમાં 11માં દિવસે 2 કરોડની અંદરનો બિઝનેસ કરી શકી છે. 

Continues below advertisement

Bhediya Box Office Collection Day 11: બૉલીવુડના શાનદાર એક્ટર વરુણ ધવન (Varun Dhawan) ની હૉરર કૉમેડી ફિલ્મ 'ભેડિયા' અત્યારે ખરાબ સમયમાથી પસાર થઇ રહી છે. બૉક્સ ઓફિસ પર અત્યારે ઊંધા માથે પટકાઇ છે. દ્રશ્યમ 2ની સફળતાની વચ્ચે 'ભેડિયા'ના કલેક્શનમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. 

Continues below advertisement

હવે થયુ એવુ છે કે, દ્રશ્યમ 2ની સામે 'ભેડિયા' ગાયબ જ થઇ ગઇ છે અને હાલમાં 11માં દિવસે 2 કરોડની અંદરનો બિઝનેસ કરી શકી છે. 

બૉક્સ ઓફિસ પર 'ભેડિયા'ની ખરાબ હાલત - 
એક્ટર વરુણ ધવન માટે વર્ષ કંઇક ખાસ નથી રહ્યું. વરુણની 'ભેડિયા' પહેલા રિલીઝ થયેલી જુગ જુગ જિઓ પણ બૉક્સ ઓફિસ પર એવરેજ સાબિત થઇ હતી. હવે 'ભેડિયા' પણ તે જ રસ્તે છે. અત્યારે 'ભેડિયા'ને 11 દિવસ થઇ ચૂક્યા છે, પરંતુ કમાણીના મામલામાં જબરદસ્ત પછડાટ મળી રહી છે. સૈફલીનના એક રિપોર્ટ અનુસાર, 'ભેડિયા'એ 11મા દિવસે માત્ર 1.60 કરોડનો જ બિઝનેસ કર્યો છે, જે વરુણ ધવનના સ્ટારડમના હિસાબે બહુ જ ઓછો છે.  

લાંબા સમય બાદ આવી છે વરુણ ધવન અને કૃતિ સેનનની જોડી - 
આ ફિલ્મને જોવાનુ એક કારણ એ છે કે, આ ‘ભેડિયા’ ફિલ્મમાં લાંબા સમય બાદ વરુણ ધવન અને કૃતિ સેનન એકસાથે કામ કરી રહ્યાં છે. આ પહેલા બન્ને વર્ષ 2015માં આવેલી શાહરૂખ ખાન અને કાજોલની દિલવાલેમાં એકસાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં આ બે ઉપરાંત અભિષેક બેનર્જી અને દીપક ડોબરિયાલે મુખ્ય ભૂમિકા નિભાવી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો ‘ભેડિયા’ની એડવાન્સ બુકિંગના પહેલા દિવસે 30 હજાર ટિકીટો વેચાઇ ગઇ છે. મોટા શહેરોમાં ફિલ્મની ઓક્યૂપેન્સી રેટ ઠીક ઠાક ચાલી રહ્યો છે.

શું છે ‘ભેડિયા’ ફિલ્મનું બજેટ - 
‘ભેડિયા’નું ટીજર અને ટ્રેલરને પહેલા રિલીઝ થઇ ચૂક્યુ હતુ, અને આ બન્ને ઓડિયન્સને ખુબ પસંદ આવ્યુ હતુ, જોકે હવે ફિલ્મ કેટલ પસંદ આવશે તે જોવાનુ રહેશે, ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મને 'સ્ત્રી' જેવી કૉમેડી હૉરર ફિલ્મને બનાવારા નિર્દેશક અમર કૌશિકે ‘ભેડિયા’ ફિલ્મનુ નિર્દેશન કર્યુ છે, આ ફિલ્મનું બજેટ 60-70 કરોડની આસપાસનું છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, શરૂઆતી આંકડાઓ અનુસાર, ફિલ્મએ પહેલા દિવસે 7 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જોકે, આ ફિલ્મનુ રિવ્યૂ પણ હાલમાં ઠીક ઠાક મળી રહ્યો છે. 

શું છે ભેડિયાની કહાણી -
'ભેડિયા'ની કહાણી અરુણાચલ પ્રદેશના જંગલોથી શરૂ થાય છે. આમાં વરુણ ધવને ભાસ્કરનો રૉલ નિભાવ્યોછે. જેને એક રાત્રે ભેડિયા કરડી જાય છે. આ પછી ભાસ્કરમાં ભેડિયાની આત્મા આવી જાય છે. તે હંમેશા રાત્રે ભેડિયા બની જાય છે. દુરથી કોઇની પણ હરકતને સાંભળવા લાગે છે, અને તેની અંદર કેટલાય માણસોની તાકાત આવી જાય છે. હવે ભાસ્કર ઠીક થઇ જાય છે કે નહીં એ તો ફિલ્મ જોઇને જ જાણી શકાશે.

 

Continues below advertisement
Sponsored Links by Taboola