Ganesh Chaturthi 2022: હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર શાહરુખ ખાનના ઘરે ગણેશ ચતુર્થીના તહેવાર નિમિત્તે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે. શાહરુખે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે જેમાં ઘરે ગણપતિ બિરાજમાન દેખાય છે. ફોટોમાં શાહરુખ ખાનની છોડી ઝલક જોવા મળી રહી છે. સાથે જ શાહરુખનો નાનો પુત્ર અબરામ પણ ફોટોમાં દેખાઈ રહ્યો છે.


શાહરુખ અને અબરામે ગણપતિનું સ્વાગત કર્યું


શાહરુખ ખાને ફોટો શેર કરતાં ટ્વીટર પર લખ્યું કે, "મેં અને મારા નાનકાએ (અબરામ) ગણપતિનું સ્વાગત કર્યું. તે પછી મજેદાર મોદક પણ ખાધા". આ સાથે જ શાહરુખ ખાને બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ પણ આપી હતી.






તમને જણાવી દઈએ કે લગભગ દર વર્ષે ગણેશ ચતુર્થીના અવસર પર શાહરૂખ ખાન પોતાના ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કરે છે. આ વર્ષે પણ તેમણે આવું જ કર્યું છે. શાહરૂખ દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે, પછી તે ઈદ હોય, દિવાળી હોય કે ગણેશ ચતુર્થી. ગયા વર્ષે પણ શાહરુખે પોતાના ઘરે ગણપતિજીની સ્થાપના કરી હતી અને તેને ફોટો ટ્વીટ કર્યો હતો.






શાહરૂખની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો આ દિવસોમાં તે તેની આગામી ફિલ્મ પઠાણ અને જવાનમાં વ્યસ્ત છે. શાહરૂખ લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે, તેથી તેના ચાહકો આ બંને ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


આ પણ વાંચોઃ


IT કંપનીઓએ જૂન ક્વાર્ટરમાં કરી મોટા પાયે ભરતી, જાણો TCS, Wipro અને Infosys એ કેટલી નવી નોકરીઓ આપી