મુંબઇઃ નોરા ફતેહી પોતાના બેસ્ટ ડાન્સ માટે બૉલીવુડમાં જ નહીં દુનિયાભરમાં પણ જાણીતી છે. પોતાના ડાન્સના દમ પર તેને બહુ ઓછા વર્ષોમાં એટલી બધી ફેન ફોલોઇંગ બનાવી લીધી છે, જે અચ્છા અચ્છા લોકોના નસીબમાં નથી હોતી. નોરાએ બૉલીવુડ ફિલ્મોમાં એક એકથી ચઢીયાતા ગીતો કર્યા છે. તેમાંથી એક ગીત હાય ગર્મી પણ છે, જે ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર થ્રીડીનું છે.

આ ગીતે પર નોરા એટલો જબરદસ્ત ડાન્સ મૂવ્સ પરફોર્મ્સ કર્યા છે, જેને જોતા જ કોઇપણ દંગ રહી જશે. તાજેતરમાંજ આ ગીત પર એક કૉલાબૉરેશન વીડિયો વાયરલ થયો છે, જેમાં નોરા ફેમસ ડાન્સ કૉરિયોગ્રાફર આવેજ દરબારની સાથે ગર્મી-ગર્મી પર પરફોર્મ કરતી દેખાઇ રહી છે. અહીં તેને બેસ્ટ ડાન્સ મૂવ્સ બતાવ્યા છે, જે તેને ગીતમાં બતાવ્યા છે. સાથે જબરદસ્ત એક્સપ્રેશન ગીતોમાં પરફોર્મ આપ્યુ છે. ડાન્સ પુરો થતાં જ નોરા આવેજના કાનમાં કહે છે કેમ ગરમી વધી ગઇ? આ સાંભળીને આવેજનું એક્સપ્રેશન જોવાલાયક હોય છે.



નોરાના આગામી પ્રૉજેક્ટની વાત કરીએ તો તે ભૂજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં દેખાશે. આ ફિલ્મમાં તે માત્ર એક ગીતમાં નહીં, પરંતુ એક દમદાર રૉલમાં પણ દેખાશે. નોરા હજુ 28 વર્ષની જ છે. તેને પરિવાર મરજી વિરુદ્ધ જઇને ડાન્સિંગમાં કેરિયર બનાવી હતી. તેને ડાન્સ કરવાને લઇને મા-બાપ બહુ ટોકતા હતા, તે રૂમમાં સંતાઇ સંતાઇને ડાન્સ કરતી હતી.