Arjun Kapoor Birthday: બૉલીવુડ સ્ટાર અર્જૂન કપૂર આજે પોતાનો 37મો જન્મદિવસ મનાવી રહ્યો છે, તેનો જન્મ 26 જૂન, 1985 ના દિવસે મુંબઇમાં થયો હતો, તે ફિલ્મ પ્રૉડ્યૂસર બૉની કપૂર (Boney Kapoor)ના દીકરો અને એક્ટર અનિલ કપૂરનો (Anil Kapoor) ભત્રીજો છે. 10 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ અર્જૂન કપૂર પોતાની પ્રૉફેશનલ લાઇફથી વધુ પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં છે.


અર્જૂન કપૂર છેલ્લા કેટલાય સમયથી પોતાની ઉંમરમાં મોટી એક્ટ્રેસ મલાઇકા અરોડા સાથે રિલેશનશીપને લઇને ચર્ચામાં છે. પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે એક સમયે અર્જૂન કપૂર સલમાન ખાનનો હાથ પકડીને જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગ વધવાનુ શીખ્યો હતો, પરંતુ મલાઇક સાથેની ઇશ્કબાજીએ સલમાન અને અર્જૂન કપૂરને એકબીજાને દુશ્મન બનાવી દીધા છે. ખાસ વાત છે કે, અર્જૂન કપૂર સૌથી પહેલા ફિલ્મમાં ડેબ્યૂ માટે ગ્રૃમ કર્યુ હતુ. 


ફિલ્મ ઇશ્કજાદેથી બૉલીવુડમાં પગ મુકતા પહેલા અર્જૂન કપૂરે એક્ટિંગમાં ડેબ્યૂ કરતા પહેલા એક આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કેટલીય ફિલ્મોમાં કામ કર્યુ હતુ. તેની પહેલી ફિલ્મ હિટ સાબિત થઇ હતી. તે પછી તેને બીજી કેટલીય હિટ ફિલ્મો આપી હતી.  


કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે અર્જૂન કપૂર એકસમયે સલમાન ખાનની નાની બહેન અર્પિતા ખાનને ડેટ કરતો હતો, બન્નેએ લગભગ બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યુ. બન્નેના ઘરવાળાને પણ આ વાતની ખબર હતી, તે સમયે અર્જૂન કપૂરની અવરજવર સલમાનના ઘરે હતી, આ દરમિયાન તેની મુલાકાત મલાઇકા અરોડા સાથે થઇ હતી.  બાદમાં અર્પિતા અને અર્જૂન કપૂર બે વર્ષ પછી બ્રેકઅપ થઇ ગયુ અને અર્જૂન મલાઇકાને ડેટ કરવા લાગ્યો હતો.  


મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો સલમાન ખાન એવુ માની રહ્યો છે કે, અર્જૂન કપૂરના કારણે જ અરબાઝ અને મલાઇકાના સંબંધો તુટી ગયા હતા. ઘણીવાર અર્જૂન કપૂર અને મલાઇકાને એકસાથે પણ જોવામાં આવ્યા હતા, આ પછી સલમાન અને અર્જૂન કપૂર વચ્ચે દુશ્મની થઇ ગઇ હતી. 


ખાસ વાત છે કે, એક્ટર અર્જૂન કપૂરે પોતાના 34મા જન્મદિવસ પર મલાઇકા સાથેના પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા. જોકે, હજુ સુધી બન્નેના લગ્નની કોઇ ખબર આવી નથી.