Huma Qureshi On Badlapur:  હુમા કુરેશી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રી છે. શ્રીરામ રાઘવનની ફિલ્મ બદલાપુરમાં હુમાનો અભિનય આજે પણ યાદ છે. આ ફિલ્મમાં હુમાએ વરુણ ધવન અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે સ્ક્રીન શેર કરી હતી. હુમા કુરેશીએ 'બદલાપુર'માં સેક્સ વર્કરનો રોલ કર્યો હતો. હવે અભિનેત્રીએ કહ્યું કે આ ફિલ્મમાં રેપ સીન શૂટ કર્યા બાદ તે કાંપી ઉઠી હતી. આ સાથે હુમાએ એ પણ જણાવ્યું કે શા માટે તેણે સેક્સ વર્કરની ભૂમિકા ભજવવાનું નક્કી કર્યું હતું.


કેમ કર્યો સેક્સ વર્કરનો રોલ પસંદ?


એક ઇન્ટરવ્યુ દરમિયાન હુમા કુરેશીએ જણાવ્યું કે  'મેં સેક્સ વર્કરની ભૂમિકા ભજવી હતી. મેં આ ફિલ્મ એટલા માટે કરી કારણ કે લોકોને સેકસ વર્કર માટે લાગણી મહેસુસ કરાવી શકાય. તેઓને આપણે એટલા આસાનીથી જજ કરીએ છીએ કે આપણે ક્યારેય નથી વિચાર્યું હોતું કે તેઓનો બળાત્કાર પણ થઈ શકે છે. આખરે તે પણ એક મહિલા છે, મને તે પાત્રમાં તે વસ્તુ ગમતી હતી, પરંતુ રેપ સીન કરતી વખતે મને ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું.






રેપ સીન વખતે હુમા કુરેશીના હાથ પગ ધ્રૂજવા લાગ્યા હતા


હુમા કુરેશીએ કહ્યું કે તે શ્રીરામ રાઘવન અને વરુણ ધવન સાથે સુરક્ષિત અનુભવે છે. તેણીએ કહ્યું, 'મને મારા રૂમમાં પરત ફરી રહી હતી. હું આખો દિવસ કપડાં પહેરીને રહેતી હતી પરંતુ આ બધુ જ નકલી હતું. હું જ્યારે ઘરે આવી ત્યારે મારા હાથ પગ ધ્રૂજવા લાગ્યા હતા. મને ગુસ્સો આવી રહ્યો હતો કેમ કે હું તે વ્યકિતને મારવા માંગતી હતી જેને સેકસ વર્કર પર બળાત્કાર કર્યો હતો. માંડ માંડ મે મારી જાતને સાંભળી હતી..


હુમા કુરેશી વરકફ્રન્ટ 


તમને જણાવી દઈએ કે હુમા કુરેશી છેલ્લે 'મોનિકા ઓહ માય ડાર્લિંગ'માં જોવા મળી હતી. જેમાં તેણે રાજકુમાર રાવ અને સિકંદર ખેર સાથે સ્ક્રીન શેર કરી હતી. આ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મમાં હુમા કુરેશીની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી.