Ideas of India Summit 2023: એબીપી ન્યૂઝના આઈડિયાઝ ઓફ ઈન્ડિયામાં હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી સારા અલી ખાને મહેમાન તરીકે ભાગ લીધો હતો. આ ખાસ કાર્યક્રમમાં સારા અલી ખાને ઘણા મહત્વના પ્રશ્નો પર ખુલીને ચર્ચા કરી છે. આ સાથે એક સ્ટાર કિડ તરીકે સારા અલી ખાને પણ નેપોટિઝ્મ જેવા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. જેના વિશે સારાનું માનવું છે કે તે તેના માતા-પિતાને બદલી શકતી નથી, જેઓ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર છે.
સારાએ આ વાત નેપોટિઝમ પર કહી હતી
એબીપી ન્યૂઝના આઈડિયાઝ ઓફ ઈન્ડિયામાં સમિટ 2023 દરમિયાન સારા અલી ખાનને સવાલ પૂછવામાં આવ્યો હતો કે સ્ટાર કિડના દૃષ્ટિકોણથી એવું માનવામાં આવે છે કે તેમને તૈયાર પ્લેટફોર્મ મળે છે. શું તે સારુ લાગે છે અથવા તમારી ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવે છે. સારા અલી ખાને આ મામલે ખૂબ જ બેબાક રીતે નિવેદન આપ્યું છે. સારાએ કહ્યું છે કે - 'જે બાબતોને આપણે નિયંત્રિત કરી શકતા નથી તેના વિશે ચર્ચા કરવી અને વધુ વિચારવું ફાયદાકારક નથી. હું ગર્વથી કહી શકું છું કે હું અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની દીકરી છું. હવે હું મારા માતા-પિતાને બદલી શકતી નથી. પરંતુ મારો પ્રયાસ રહે છે અને રહેશે કે હું મારું પોતાનું અસ્તિત્વ બનાવી શકું, હું હંમેશા ઈચ્છું છું કે લોકો મને મારા કામથી ઓળખે. હું મારા નામીથી ભાગવા નથી માંગતી અને ન તો હું ભાગી શકુ છું.
અભિનેત્રી બનવાથી કોઈ દબાવ નથી-સારા
સુપરસ્ટાર્સના પરિવારમાંથી હોવાના કારણે સારા અલી ખાને કહ્યું છે કે- સિનેમા જગતના તમામ દિગ્ગજ કલાકારોના પરિવારમાંથી હોવાથી મારા પર કોઈ દબાવ નથી. હું ઇચ્છુ છુ કે લોકો મને મારા અસ્તિત્વથી ઓળખે. આ રીતે સારા અલી ખાને ફિલ્મી પરિવાર અને નેપોટિઝ્મ પર ખુલીને વાત કરી છે.
જે વસ્તુઓને આપણે નિયંત્રિત કરી શકતા નથી તેના વિશે વિચારવું ફાયદાકારક નથી: સારા અલી ખાન
સારા અલી ખાને એબીપીના સ્ટેજ પર સ્ટાર કિડ હોવા અને તેનાથી મળતા ફાયદાઓ વિશે કહ્યું કે, જે વસ્તુઓને આપણે નિયંત્રિત કરી શકતા નથી તેના વિશે વધુ ચર્ચા કરવી બિલકુલ ફાયદાકારક નથી. તેણીએ કહ્યું કે તે તેના માતાપિતા કોણ છે તે બદલી શકતી નથી. તેણી કહે છે કે હું ગર્વથી કહી શકું છું કે હું સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી છું, પરંતુ હું મારું પોતાનું અસ્તિત્વ બનાવવાનો પ્રયાસ કરીશ અને હું તે કરવા માંગુ છું, પરંતુ સાથે જ હું મારા નામથી ભાગી શકતી નથી.