Ileana D’Cruz Health Update: અભિનેત્રી ઇલિયાના ડિક્રુઝ છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલમાં દાખલ હતી અને હવે તેની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે. તેણે પોતાની હેલ્થ અપડેટ ફેન્સ સાથે શેર કરી છે. અપડેટ શેર કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો અને તેમના ચાહકોની ચિંતા બદલ આભાર પણ માન્યો છે. ઇલિયાનાએ હોસ્પિટલની બે તસવીરોનો કોલાજ પોસ્ટ કર્યો છે.
ઇલિયાનાએ કહ્યું: ચાહકોનો આભાર
તસવીરોમાં તેને સૌપ્રથમ હાથમાં લગાવેલો વીગો બતાવ્યો છે. અને બીજી તસવીરમાં તેનો ચહેરો બતાવ્યો છે. સાથે જ તેણે તસવીરો સાથે લખ્યું, 'એક દિવસથી શું ફરક પડે છે. સાથે જ કેટલાક સારા ડોક્ટર્સ અને IV ફ્લુઇડની ત્રણ બેગ. જ્યારે બીજી તસવીરમાં ઇલિયાના સૂતી જોઇ શકાય છે. એવું લાગી રહ્યું છે કે બીજી તસવીર તેના ઘરે આવ્યા બાદની છે અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા તેના ચાહકોને આભારની નોંટ પણ લખી હતી. પોતાની એક હસતી તસવીર પોસ્ટ કરીને તેણે લખ્યું, "મારા સ્વાસ્થ્ય બાબતે મારી ચિંતા કરનાર તમામ ચાહકોનો ખૂબ ખૂબ આભાર. હવે હું એકદમ ઠીક છું. મારા સ્વાસ્થ્યમાં સુધારો છે. યોગ્ય સમયે થોડી સારી તબીબી સંભાળ મળી."
ઇન્ડસ્ટ્રીમાં 10 વર્ષ પૂરા કર્યા
ઇલિયાના ડીક્રુઝે તાજેતરમાં જ બોલિવૂડમાં 10 વર્ષ પૂરા કર્યા અને બરફી ફિલ્મમાં રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા સાથે કામ કરવાની વાત કરી. એક વાતચીતમાં તેણીએ યાદ કર્યું અને કહ્યું, "રણબીર ખૂબ જ નમ્ર, મીઠો અને અવિશ્વસનીય મૈત્રીપૂર્ણ છે અને બીજી બાજુ હું શરમાળ અને નર્વસ હતી અને મને ખબર ન હતી કે શું કરવું. મને લાગ્યું કે આ વ્યક્તિ સુપરસ્ટાર છે અને તે ખરેખર શાનદાર છે અને મને તરત જ ખબર પડી ગઈ હતી કે તેની સાથે કામ કરવું સરળ હશે. તે મારા અત્યાર સુધીના શ્રેષ્ઠ કો-સ્ટાર્સમાંનો એક છે." પ્રિયંકા સાથેની તેની પ્રથમ વાતચીત વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું, “હું મારી વેનમાં તૈયાર થઈ રહી હતી અને કોઈએ દરવાજો ખખડાવ્યો અને પીસી અંદર આવી અને કહ્યું હાય. તે ખરેખર મીઠી અને અતિ સુંદર છે.
જણાવી દઈએ કે ઈલિયાના જલ્દી જ વેબ સિરીઝથી ડેબ્યૂ કરવા જઈ રહી છે. અભિનેતાએ કથિત રીતે એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટની આગામી વેબ સિરીઝ સાઈન કરી છે. સીરિઝનું શીર્ષક અને અન્ય કલાકારો હજુ જાહેર કરવામાં આવ્યા નથી. તે કેટરિના કૈફના ભાઈ સેબેસ્ટિયનને ડેટ કરી રહી હોવાની અફવા છે.