Instagram Reels Side Effects: વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દુનિયાભરમાં આજે યુવાનો પોતાનો વધુને વધુ સમય શોર્ટ વીડિયો પ્લેટફોર્મ પર વિતાવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ એક એવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ચૂક્યું છે જ્યાં લોકો કલાકો સુધી એક્ટિવ રહે છે. કોઈ રીલ્સ જોવામાં, તો કોઈ સ્ટોરી પોસ્ટ કરવામાં અને ચેટિંગ કરવામાં ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. પરંતુ ઇન્સ્ટાગ્રામ રીલ્સ આજે સૌથી વધુ ટ્રેન્ડિંગમાં છે, જ્યાં બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકો એક્ટિવ રહે છે. આજકાલના બાળકોમાં સ્માર્ટફોનનો ક્રેઝ એટલો વધી ગયો છે કે તેઓ કલાકો સુધી ઇન્સ્ટાગ્રામ રીલ્સ સ્ક્રોલ કરતા રહે છે. હવે એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આવું કરવું બાળકોના મગજ પર ખૂબ જ ઊંડી અને નકારાત્મક અસર કરી રહ્યું છે.

Continues below advertisement

 

વધુ રીલ્સ જોવાથી વધી રહ્યો છે તણાવ

Continues below advertisement

જર્મનીની યુનિવર્સિટી ઓફ બાયરોથ (University of Bayreuth) ના સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે સતત શોર્ટ વીડિયો જોવાની આદત બાળકો અને યુવાનોમાં તણાવ (સ્ટ્રેસ) વધારવાનું કામ કરી રહી છે. એટલું જ નહીં, આવું કરવાથી તેમનું ફોકસ (એકાગ્રતા) પણ ઘટી રહ્યું છે. આ રિસર્ચ જૂન મહિનામાં 'યુરોપિયન ચાઇલ્ડ એન્ડ એડોલેસન્ટ સાયકિયાટ્રી' (European Child & Adolescent Psychiatry) જર્નલમાં પ્રકાશિત થયું છે.

આ પણ વાંચો...IRCTC ની નકલી વેબસાઈટથી થઈ રહી છે છેતરપિંડી, સરકારે જાહેર કરી ચેતવણી 

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દુનિયાભરમાં આજે યુવાનો પોતાનો વધુમાં વધુ સમય શોર્ટ વીડિયો પ્લેટફોર્મ પર વિતાવી રહ્યા છે. આમ કરવાથી તેમના મગજ અને વર્તન પર ખોટી અસર પડી રહી છે, જેના પર હવે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.

આ છે ત્રણ મુખ્ય કારણો આ રિસર્ચમાં ત્રણ એવા મોટા કારણો સામે આવ્યા છે, જેના લીધે બાળકો અને યુવાનો રીલ્સ જોવાથી પોતાને રોકી શકતા નથી.

  • પહેલું કારણ: ખૂબ જ ઝડપથી નવું કન્ટેન્ટ સામે આવવું, જેના કારણે યુઝર તેમાં જ બંધાયેલો રહે છે અને પ્લેટફોર્મ છોડી શકતો નથી.
  • બીજું કારણ: 'ઇન્ફિનિટ સ્ક્રોલિંગ' (Infinite Scrolling) એટલે કે જે ક્યારેય ખતમ ન થતું સ્ક્રોલિંગ છે. આ જ કારણે લોકો સતત સ્ક્રોલ કરતા રહે છે અને પોતાના કલાકો આમાં જ બગાડે છે.
  • ત્રીજું કારણ: યુઝરની પસંદગી મુજબ કન્ટેન્ટ બતાવનારું 'પર્સનલાઈઝ્ડ અલ્ગોરિધમ' (Personalized Algorithm). આ અલ્ગોરિધમ લોકોને એ જ કન્ટેન્ટ બતાવે છે જે તેઓ જોવા માંગે છે અથવા જે તેમને પસંદ છે. આ સૌથી મોટું કારણ છે જેના લીધે લોકો પોતાની જાતને આ પ્લેટફોર્મથી દૂર કરી શકતા નથી.

આટલા લોકો પર કરવામાં આવ્યું રિસર્ચ

આ રિસર્ચમાં 42 અલગ-અલગ રિસર્ચ ગ્રૂપનું વિશ્લેષણ (Analysis) કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં અંદાજે 47 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા, જેમની સરેરાશ ઉંમર 16 વર્ષની આસપાસ છે. તમને જણાવી દઈએ કે આ રિસર્ચમાં ઘર, સ્કૂલ અને અન્ય જાહેર સ્થળો પર ડિજિટલ મીડિયાના ઉપયોગને લઈને અભ્યાસ કરવામાં આવ્યો હતો, જે બાદ માલૂમ પડ્યું કે શોર્ટ વીડિયો પ્લેટફોર્મને એવી રીતે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે કે લોકો તેનાથી દૂર જઈ જ ન શકે. દરેક સેકન્ડે નવા વીડિયો આવવાને કારણે લોકો પ્લેટફોર્મ સાથે ચોંટેલા રહે છે.

બાળકોને આનાથી કેવી રીતે દૂર રાખવા?

સંશોધકોનું માનવું છે કે જો માતા-પિતા અને પરિવારના સભ્યો બાળકો માટે એક સ્વસ્થ ડિજિટલ વાતાવરણ તૈયાર કરે અને મોબાઈલ વાપરવાનો એક ચોક્કસ સમય નક્કી કરે, તો આ જોખમોથી ઘણી હદ સુધી બચી શકાય છે. આ સિવાય બાળકોને સ્માર્ટફોન આપવાને બદલે બહારની દુનિયામાં લઈ જવા અને ગ્રાઉન્ડ પર ફિઝિકલ એક્ટિવિટી કે રમત-ગમતમાં ભાગ લેવડાવવાથી તેઓ ખૂબ ઝડપથી રિકવર થાય છે. એટલું જ નહીં, બાળકો સાથે વાલીઓએ પોતે પણ વધુમાં વધુ સમય વિતાવવો જોઈએ, જેથી તેમની સોશિયલ મીડિયા અને સ્માર્ટફોન પરની નિર્ભરતા ઘટાડી શકાય.