Shahrukh Khan Jawan Theme Song Out Now: દર્શકો હંમેશા શાહરૂખ ખાનની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હોય છે. અને હવે જ્યારે કિંગ ખાનની 'જવાન' રિલીઝ માટે તૈયાર છે. ત્યારે ચાહકો ખૂબ જ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે.

Continues below advertisement

Continues below advertisement

પહેલા પોસ્ટર્સ પછી ટીઝરે ધૂમ મચાવી

આ ફિલ્મે પહેલા પોતાના દિલચસ્પ પોસ્ટર અને એક ટૂંકા ટીઝર સાથે લોકોના મનમાં ફિલ્મ જોવાની ઉત્સુકતા કરી દીધી હતી. જો કે હાલમાં જ જવાનના શાનદાર પ્રિવ્યૂમઅ શાહરુખ ખાનના અલગ લુક અને નેવર સીન બિફોર અવતારની એક ઝલકે તેને એક અલગ લેવલ પર પહોંચાડી દીધો. પ્રીવ્યૂએ બધાનું ધ્યાન ખેંચ્યું, જેમાં ફિલ્મની શાનદાર કાસ્ટથી લઈને જબરદસ્ત એક્શનને લોકોનો પ્રેમ મળ્યો.

હવે 'જવાન'નું થીમ સોંગ સામે આવ્યું છે

આ સિવાય બીજી એક વસ્તુ જેણે પ્રિવ્યૂમાં બધાનું ધ્યાન ખેંચ્યું તે છે તેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. ચાહકો અને દર્શકો આતુરતાથી થીમ સોંગના રિલીઝની રાહ જોતા હતા. જે હવે સમાપ્ત થઈ ગયું છે. હા, દરેકની માંગને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ આખરે જવાનનું થીમ સોંગ રિલીઝ કર્યું છે.  જે અનિરુદ્ધ રવિચંદ્રન દ્વારા રચાયેલ છે અને રાજા કુમારીએ ગાયું છે.

આ થીમ સોંગને પણ દરેકનો ઘણો પ્રેમ મળી રહ્યો છે અને જેના કારણે ફરી એકવાર ફિલ્મમાં તેમની રુચિ વધી છે.