કંગના રનૌતના બંગલા પર BMCએ નોટિસ જાહેર કરી હતી, અને નોટિસ આપ્યાના 24 કલાકની અંદર જ તોડફોડ કરી દીધી હતી. કંગના આ તોડફોડ વિરુદ્ધ બૉમ્બે હાઇકોર્ટ ગઇ હતી. જ્યાં તેને કહ્યું હતુ કે નોટિસ આપ્યાનો સમય ઓછામાં ઓછો 14 દિવસનો હોવો જોઇએ, પરંતુ બીએમસીએ એકતરફથી કાર્યવાહી કરતા 24 કલાકની અંદર જ મારા ઘરમાં તોડફોડ કરી દીધી હતી.
કોર્ટના આદેશ પર કંગનાએ શું કહ્યું.....
કંગના રનૌતે બૉમ્બે હાઇકોર્ટના ફેંસલા પર આનંદ વ્યક્ત કર્યો છે. તેને કહ્યું જ્યારે કોઇ વ્યક્તિ સરકાર વિરુદ્ધ ઉભી થાય છે, અને જીત મેળવે છે, તો આ વ્યક્તિની જીત નથી હોતી. પણ આ લોકતંત્રની જીત હોય છે. આ તમામને ધન્યવાદ જેમને હિંમત આપી, અને તે લોકોને પણ ધન્યવાદ જે લોકો મારા તુટેલા સપનાઓ પર હંસ્યા. આનુ એકમાત્ર કારણ છે કે તમે ખલનાયકની ભૂમિકા નિભાવો છો, એટલા માટે હુ એક હીરો હોઇ શકુ છું.