આ ટ્રેલરમાં આલિયા ભટ્ટનો એક ડાયલોગ છે, જેમાં તે કહી રહી છે કે ફેક ગુરુઓના કારણે મે ઘણુ ગુમાવ્યુ છે. હવે આ ડાયલૉગને લઇને વિવાદ થયો છે.
આ મામલે એક્ટ્રેસ કંગના રનૌતે પણ આલિયા ભટ્ટ પર નિશાન સાધ્યુ છે, કંગનાએ એક ટ્વીટને રિટ્વીટ કરતા લખ્યું- બહુજ શાનદાર વાત પકડી છે, શું આ ગુરુઓને મૌલવી કે કૈલાશ સ્કેન્ડલથી કે પછી મક્કા સ્કેન્ડલથી બદલી શકાય છે. શું સાધુઓની લિચિંગના મામલે આને કઇ લેવાદેવા છે, જે હજુ તપાસનો વિષય છે? શુ પાકિસ્તાની દલાલોને ધાર્મિક નફરત અને તપાસના વિષયો પર ટિપ્પણી કરવાની પરવાનગી આપવામાં આવે છે. કંગનાનુ ટ્વીટ હાલ ખુબ વાયરલ થઇ રહ્યું છે.
અત્યારે આલિયા ભટ્ટ વિરુદ્ધનો ગુસ્સો સોશ્યલ મીડિયા પર સડક-2ના ટ્રેપર પર દેખાઇ રહ્યો છે, બુધવારે રિલીઝ થયેલા આ ટ્રેલરને 5 કલાકમાં 12 લાખથી વધુ ડિસ્લાઇક્સ મળી છે.
જાગરણ ન્યૂઝની હિન્દી વેબસાઇટ પર છપાયેલા અહેવાલ પ્રમાણે, સડક-2ને લોકો સોશ્યલ મીડિયા પર ડિસ્લાઇક કરી રહ્યાં છે. સડક-2નુ ટ્રેલર ફૉક્સ સ્ટાર ઇન્ડિયાએ લગભગ 11 વાગે પોતાના યુટ્યૂબ પર શેર કર્યુ હતુ. સાંજે 4 વાગ્યા સુધી ટ્રેલરને 23 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા હતા, જ્યારે માત્ર 90 હજાર લોકોએ આને પસંદ કર્યુ અને 1.2 મિલિયન એટલે કે 12 લાખથી વધુ લોકોએ આને ડિસ્લાઇક કર્યુ છે.
સડક-2 ફિલ્મને મહેશ ભટ્ટે નિર્દેશિત કરી છે, ફિલ્મમાં આદિત્ય રૉય કપૂર અને આલિયા ભટ્ટની સાથે સંજય દત્ત મુખ્ય સ્ટાર કાસ્ટમાં સામેલ છે. ફિલ્મ 28 ઓગસ્ટે ડિઝ્ની પ્લસ હૉટસ્ટર પર રિલીઝ થવાની છે. સડક-2ની સાથે મહેશ ભટ્ટ લગભગ બે દાયકા બાદ નિર્દેશનમાં પરત ફર્યા છે. તેમને 1999માં છેલ્લી ફિલ્મ કારતૂસ નિર્દેશિત કરી હતી.