બેગ્લુંરુઃ કન્નડ અભિનેત્રી રાગિની દ્વિવેદીનુ નામ ડ્રગ્સ કેસમાં બહાર આવ્યુ છે, પોલીસે અભિનેત્રી સહિત પાંચ લોકોની ડ્રગ્સની હેરાફેરી મામલે ધરપકડ કરી છે, અને હાલ તમામ પોલીસ કસ્ટડીમાં છે. જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામા આવ્યા હોવાની જાણકારી ખુદ કેન્દ્રીય અપરાધ શાખાસ-સીસીબીએ આપી છે. જોકે, આ એક્ટ્રેસનુ નામ બીજેપી સાથે હોવાનુ સામે આવી રહ્યું છે.

ખાસ વાત છે કે, આ પહેલા સીસીબીએ એક્ટ્રેસ રાગિની દ્વિવેદી અને બે લોકોને ઝડપ્યા હતા. ધરપકડ પહેલા સીસીબીએ રાગિનીના ઘરે રેડ કરી હતી, સીસીબીની ટીમ સવારે છ વાગે રાગિનીના ઘરે પહોંચી હતી, અને તપાસ કરી બાદમાં બપોરે ઓફિસમાં લાવીને કલાકો સુધી પુછપરછ કરી હતી.



સીબીબીએ બુધવારે કહ્યું રાગિનીને નોટિસ મોકલીને હાજર થવા કહ્યુ હતુ, રાગિનીએ વકીલો મારફતે સોમવાર સુધીનો સમય માંગ્યો હતો, બાદમાં તેને શુક્રવારે હાજર થવાનુ કહેવામાં આવ્યુ હતુ. પોલીસનુ કહેવુ છે કે, અભિનેત્રી ખુદ ડ્રગ્સ પેડલરના સંપર્કમાં હતી, અને ડ્રગ્સ કેસમાં તે આરોપી છે.



ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ રાગિની દ્વિવેદી બીજેપી પાર્ટીની સભ્ય છે, અને વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં તેને ખુદ બીજેપી માટે પ્રચાર કર્યો હતો. જોકે ડ્રગ્સ કેસમાં એક્ટ્રેસનુ નામ બહાર આવતા બીજેપીએ તેનાથી દુરી બનાવી લીધી છે. એક્ટ્રેસની ધરપકડ બાદ બીજેપી પ્રવક્તા ગણેશ કાર્ણિકે કહ્યું કે, અભિનેત્રીએ જે કર્યુ તેના માટે તે ખુદ જવાબદાર છે, પાર્ટી કોઇપણ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓની વિરુદ્ધમાં છે. વર્ષ 2019માં એક્ટ્રેસે બીજેપી માટે સ્વયં પ્રચાર કર્યો હતો, તે ભાજપની કોઇ સભ્ય નથી, અને બીજેપીએ તેનો કોઇપણ પ્રકારના પ્રચારની જવાબદારી ન હતી આપી.