મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી કરીના કપૂર બીજી વાર માતા બની છે. કરીના કપૂર અને અભિનેતા સૈફ અલી ખાનને ત્યાં પુત્ર જન્મ્યો છે. કરીના કપૂર ખાન અને સૈફને આ પહેલાં તૈમૂર નામે દીકરો 2016મા જન્મ્યો હતો કે જે અત્યારે ચાર વર્ષનો છે.
કરીનાએ દીકરાને જન્મ આપ્યો હોવાના સમાચાર આવ્યા એ પહેલાં જ કરીનાની નવજાત બાળક સાથેની તસવીર વાયરલ થઈ છે. તેના કારણે એવી છાપ પડે છે કે, આ તસવીર કરીનાના બીજા દીકરાની છે પણ વાસ્તવમાં આ 2016ની જૂની તસવીર છે. આ તસવીર કરીના-સૈફનો પહેલો દીકરો તૈમૂર 2016માં જન્મ્યો એ વખતની છે.
કરીનાને મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં શનિવારે રાત્રે દાખલ કરાઈ હતી અને ત્યાં તેણે પુત્રને જન્મ આપ્યો છે. કરીનાને દાખલ કરાઈ એ પહેલાં જ આ તસવીર વાયરલ થઈ હતી અને લોકોએ કરીનાને સુખરૂપ પ્રસૂતિની શુભેચ્છા આપી હતી.
કરીના કપૂરે આપ્યો બીજા દીકરાને જન્મ, નવજાત બાળક સાથેની તસવીર મચાવી રહી છે ધૂમ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Feb 2021 10:55 AM (IST)
કરીનાએ દીકરાને જન્મ આપ્યો હોવાના સમાચાર આવ્યા એ પહેલાં જ કરીનાની નવજાત બાળક સાથેની તસવીર વાયરલ થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -